Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૦૮ તથા ખાનગી કંપનીની એમ્બ્યુલન્સ મારફત ઈજાગ્રસ્તોને જી.જી. હોસ્પિટલ ખસેડાયા
જામનગર તા. ૮ઃ જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર વસઈ ગામના પાટીયા પાસે ગત સાંજે ત્રિપલ વાહન અકસ્માત સર્જાયો હતો. જે ત્રિપલ અકસ્માતમાં લક્ઝરી બસમાં સવાર ૧૫ મુસાફરને નાની-મોટી ઈજા થઈ છે. જેમાં એક યુવાનના બે પગમાં ગંભીર ઈજા થવા પામી હતી.
જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર વસઈ અને રાવલસર ગામ વચ્ચેના માર્ગે ગત સાંજે સાડા છ વાગ્યાના અરસામાં જીજે-૧-વી-૭૬૮૬ નંબરનો ટ્રક, જીજે-૧૦-ટીવાય-૦૭૭૪ નંબરની ખાનગી બસ અને જીજે-૧૦-બીઆર-૦૬૯૯ નંબરની એક કાર એમ ત્રિપલ વાહન વચ્ચે અકસ્માત થયો હતો.
જે ત્રિપલ અકસ્માતમાં લક્ઝરી બસમાં સવાર મુસાફરો ઘાયલ થયા હતાં. મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીના કર્મચારીઓને લઈને લક્ઝરી બસ જામનગર તરફ આવી રહી હતી જે દરમ્યાન વસઈના પાટીયા પાસે અકસ્માત નડ્યો હતો. જે ઘટનાની જાણ થતાં દોડધામ થઈ હતી.
જામનગરની ફાયર બ્રિગેડની ટીમ તથા પોલીસ ટુકડી સૌપ્રથમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, ત્યારબાદ જામનગરની ૧૦૮ની ચાર એમ્બ્યુલન્સ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યારે રિલાયન્સ કંપનીની ત્રણ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જે સાતેય વાહનમાં ૧૫ જેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં ત્યારે જી.જી. હોસ્પિટલમાં પણ અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.
એક યુવાનને બંને પગ બસની અંદર ફસાયા હતા, અને પગમાં ગંભીર ઈજા થઈ હતી. જેને ફાયરની ટીમે બહાર કાઢ્યો હતો અને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં બંને પગમાં ઈજા થઈ હતી.
આ ઘટનાની જાણ થવાથી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને વધુ તપાસ ચલાવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial