Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરીમાં યોજાયેલી બેઠકમાં પૂનમબેન માડમે કરી સમીક્ષાઃ
જામનગર તા. ૮ઃ સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરીમાં દિશા સમિતિની બેઠક મળી હતી, જેમાં તેઓએ જિલ્લાના સર્વાંગી વિકાસ અને લોકહિતના પ્રશ્નોનું હકારાત્મક નિવારણ થાય તે માટે દિશા મોનીટરીંગ સમિતિ મહત્ત્વનું માધ્યમ ગણાવીને વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન જરૃરિયાતમંદ કોઈપણ નાગરિક યોજનાકીય લાભથી વંચિત ના રહી જાય તે દિશામાં કામ કરવા તંત્રએ તાકીદ કરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદ્દનના સભાખંડમાં સાંસદશ્રી પૂનમબેન માડમની અધ્યક્ષતામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સાંસદશ્રી પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, જિલ્લાના મહત્વના પ્રશ્નો ઉકેલવાનું માધ્યમ દિશા મોનીટરીંગ સમિતિ રહી છે. જિલ્લાને મૂંઝવતા પ્રશ્નો વિશે આ બેઠકમાં ફળદાયી ચર્ચા-વિમર્શ કરી ઝડપથી નિરાકરણ લાવીને જિલ્લાને વિકાસના માર્ગે આગળ વધારવા સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ જેથી જનતાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવી શકે.
બેઠકમાં સાંસદશ્રીએ સરકારશ્રીની વિવિધ યોજનાઓની સમિક્ષા કરી હતી તેમજ જિલ્લાના તમામ વિભાગોની કામગીરી, સરકારી યોજનાઓની અમલવારી તેમજ વિભાગોના લક્ષ્યાંકોની માહિતી મેળવી હતી અને જરૂરી દિશા નિર્દેશ કરી વિવિધ યોજનાકીય લાભો છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તે દિશામાં અધિકારીઓ અને પદાધિકારીઓ સૌ સાથે મળી કાર્ય કરે તે માટે જણાવ્યું હતું.
મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, દીન દયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), પ્રધાન મંત્રીશ્રી કૃષિ સિંચાઈ યોજના ઈન્ટીગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, પ્રધાન મંત્રીશ્રી ગ્રામ સડક યોજના, નેશનલ સોશ્યલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ, મીડ ડે મિલ સ્કીમ, નેશનલ હેરીટેજ સિટી ડેવલોપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના, અટલમિશન ફોર રીજુવીનેસન એન્ડ-અર્બન ટ્રાન્સફોર્મેશન, નેશનલ રૂરલ ડ્રીન્કિંગ વોટર પ્રોગ્રામ, ડીજીટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડસ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ, દિન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, સંકલિત ઉર્જા વિકાસ યોજના, નેશનલ હેલ્થ મિશન, સર્વ શિક્ષા અ ભિયાન, બેટી બચાવો-બેટી પઢાવો, ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એલ.પી.જી.કનેક્શન ટુ બી.પી.એલ. ફેમિલીઝ, રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા અધિનિયમનો અમલ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, ડીઝીટલ ઈન્ડિયા પબ્લિક ઈન્ટરનેટ એક્સેશ પ્રોગ્રામ પ્રોવાઈડીંગ કોમન સર્વિસ સેન્ટર વન ઈચ ગ્રામ પંચાયત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર રીલેટેડ પ્રોગ્રામ લાઈક ટેલીકોમ, રેલવેસ, હાઈવેસ, વોટરવેસ, માઈન્સ વગેરે(રાજકોટ રેલ્વે, ભાવનગર રેલ્વે, બી.એસ.એન.એલ.નેશનલ હાઈવે), પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, ઈ-રાષ્ટ્રીય કૃષિ બજારો, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી રોજગારી સર્જન કાર્યક્રમ, આરોગ્યક્ષેત્રે થયેલ કામો, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, વીજળી, વાસ્મો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિતની યોજનાઓમાં હાલ કેટલા કામો પૂર્ણ થયા છે, કેટલા કામ પ્રગતિ હેઠળના તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું. તથા બેઠકમા લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી થાય તેમજ સમયાંતરે અધીકારીશ્રીઓ દ્વારા પડતર પ્રશ્નોનુ ફોલો-અપ લેવાય તે માટે સાંસદશ્રીએ સૂચન કર્યુ હતું.
આ ઉપરાંત સાંસદશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન જરૂરિયાતમંદ કોઈ પણ નાગરિક યોજનાકીય લાભથી વંચિત ના રહી જાય તે દિશામાં કામ કરવા આહવાન કર્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી પબુભા માણેક, જિલ્લા કલેક્ટરશ્રી અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી.ધાનાણી, નિવાસી અધિક કલેક્ટરશ્રી ભૂપેશ જોટાણીયા, ઇન્ચાર્જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ગોહિલ, જિલ્લા પંચાયતના ચેરમેનશ્રીઓ તથા સદસ્યશ્રીઓ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સરપંચશ્રીઓ સહિતના આગેવાનો તથા રેલ્વે વિભાગના ડી.આર.એમ. ભાવનગર અને ડી.આર.એમ. રાજકોટ અને ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યોશ્રીઓ તેમજ પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial