Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના આંબેડકર ભવનથી નીકળી બંધારણ ગૌરવયાત્રા : મુખ્ય માર્ગો પર ભ્રમણ

ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા

જામનગર તા. ૮ઃ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આંબેડકર ભવનમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આ બંધારણ ગૌરવ યાત્રા આંબેડકટર ભવનમાંથી પ્રસ્થાન કર્યું હતું. તેમજ આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને મહાનુભાવો દ્વારા ફૂલહાર કરાયું હતું.

આ સાથે કલ્યાણ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે બાબાસાહેબ આંબેડકર આપણા બંધારણના પિતા તરીકે ઓળખાય છે. ત્યારે હૃદયપૂર્વક વંદના કરું છું તેમ ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું. ત્યારબાદ મન કી બાત સાથે મળીને સાંભળી હતી.

આ તકે ઉપસ્થિત ગુજરાત રાજ્યના સમાજ કલ્યાણ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યાય જીતુભાઈ મણવર, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, સામાજિક ન્યાય સમિતિના જિલ્લા પંચાયત ચેરમેન ગોમતીબેન ચાવડા, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ નાથાભાઈ વારસાખિયા, જામનગરના પ્રભારી અલ્પેેશભાઈ વાઘેલા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, મહામંત્રી અભિષેકભાઈ પટવા, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ હીરજીભાઈ ચાવડા, અનુસૂચિત મોરચાના મહામંત્રી મનોજભાઈ પરમાર, અનુસૂચિત જાતિના મહામંત્રી ગોવિંદભાઈ ખરા, જિલ્લા ભાજપ હોદ્દેદારો તથા અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારો, તાલુકા પંચાયત ભાજપ પ્રમુખ અરશીભાઈ કરંગીયા, લાલપુર સરપંચ જયેશભાઈ તરૈયા, મહામંત્રીઓ, ચૂંટાયેલા હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં બહેનો, ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh