Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝાયડસ હોસ્પિટલ્સે સતત પાંચમી વખત અમદાવાદની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલનું બિરૃદ મેળવ્યું છે. 'ધ વીક'ના માધ્યમથી અને હંસા રિસર્સ દ્વારા કરવામાં આવેલ આ સર્વેક્ષણ દ્વારા છેલ્લા ૫ વર્ષથી બેસ્ટ હોસ્પિટલની એવોર્ડ મેળવનાર ઝાયડસ ગુજરાતની નંબર ૧ હોસ્પિટલ બની રહી છે.
ઝાયડસ હોસ્પિટલ ગુજરાતમાં અભૂર્તપૂર્વ કામગીરી સાથે ભારતના અને આંતરરાષ્ટ્રીય દર્દીઓની સેવામાં કાર્યરત છે. અદ્યતન સુવિધાઓ સાથે દર્દીને સંપૂર્ણ માર્ગદર્શન અને સચોટ નિદાન વહેલામાં વહેલી તકે મળી રહે તે પ્રકારના ઝીણવટભર્યા આયોજન સાથે ઝાયડસનું સંચાલન કરવામાં આવે છે.
ઝાયડસ હોસ્પિટલસે રાજ્યની અન્ય ખાનગી હોસ્પિટલોમાં સૌથી વધુ સફળ હોસ્પિટલ તરીકે તેમની ઓળખાણ સ્થાપિત કરી વિવિધ હેલ્થકેર ફોરમમાં સફળતાના નવા શિખરો સર કર્યા છે. જેના કારણે ઝાયડસને અનેક પ્રમાણિત સંસ્થાઓ તરફથી સતત માન્યતા એન્ડ રિવોર્ડ્સ પણ મળી રહ્યા છે.
ઝાયડસ હોસ્પિટલ તબીબી ક્ષેત્રે ગુણવત્તાસભર સારવાર માટે પ્રખ્યાત છે. જેમાં ખાસ કરીને રોબોટિક સર્જરી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, સંપૂર્ણ ગેસ્ટ્રો કેર, ન્યુરોલોજી, કાર્ડીઓલોજી, ઈએનટી જેવા વિભાગોમાં અહીંના કુશળ તજજ્ઞોનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. આ સાથે વિશાળ ડાયાબિટીસ યુનિટ અને મોટી સંખ્યામાં બેડની સુપર સ્પેશિયાલિટી ધરાવતી ઝાયડસ હોસ્પિટલમાં ટેકનોલોજી અને નવીનતાનો અનોખો સમન્વય જોવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial