Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દૂધ, છાસ લેવા જતા આરોપીની દાનત બગડીઃ
જામનગર તા. ૮ઃ કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામની વાડીના મકાનમાં દૂધ-છાસ લેવા થયેલી એક સગીરા ઉપર નિર્લજ હુમલો કરવા અંગે એક શાખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
આ બનાવ અંગેની વિગત એવી છે કે, કલ્યાણપુરના થર દેવી સીમ વાડી વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની એક તરૃણી ગઈકાલે સવારે પટેલકા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા રામદે સામતભાઈ ભોચાયા (ઉ.વ. ૪ર) ના ઘરે દૂધ-છાસ લેવા માટે ગઈ હતી.
આ સમયે આરોપી રામદે ભોચાયાએ સગીરાના ગળામાં હાથ ફેરવી, ચુંબન કર્યા હતાં તેમજ શરીરમાં પણ હાથ ફેરવી નિર્લજ હુમલો કર્યો હતો.
આથી ડઘાઈ ગયેલી સગીરા ત્યાંથી તરત જ ઘરે પરત ફરી હતી અને આ બનાવ અંગે પોતાના પરિવારજનોને વાકેફ કર્યા હતાં.
આખરે આ અંગે ભોગ બનનારના માતાએ આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસ ઈન્સ્પેક્ટર આર.બી. સોલંકીએ આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial