Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા
નવી દિલ્હી તા. ૮ઃ વડાપ્રધાન મોદી દસમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં ૧૭ મી ડિસેમ્બરે ગુજરાત આવે તેવી શકયતા છે. તેઓ સુરત આવી નવા બંધાયેલા આલીશાન ડ્રીમસિટી-હીરા બુર્સનું ઉદ્ઘાટન કરશે. સાથોસાથ સુરત એરપોર્ટની વિસ્તરણ યોજનાનું પણ અનાવરણ કરે તેવી સંભાવના છે.
ડ્રીમસિટી-હીરા બુર્સનું ૬૬ લાખ ચોરસ ફૂટનું શાનદાર બિલ્ડિંગ ૩પ.પ૪ એકરની વિશાળ જગ્યા ઉપર તૈયાર થઈ ચૂક્યું છે અને ગત ધનતેરસથી ઉદ્ધાટનની પ્રતિક્ષામાં છે. પંદર માળના નવ ટાવર ધરાવતા આ બુર્સમાં અંદાજે ૪,પ૦૦ ડાયમંડ ટ્રેડિંગની ઓફિસો પૈકી કેટલીક ઓફિસો જોકે લાભપાંચમથી શરૃ થઈ ચૂકી છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી ૧૭ ડિસે. ના કાર્યક્રમ અંગે હજુ માત્ર મૌખિક જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ફાઈનલ કાર્યક્રમ હવે પછી જાહેર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial