Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના કૃષિમંત્રી દ્વારા એકાદ વર્ષ પૂર્વે ખાતમુહૂર્ત કર્યા પછી પણ રસ્તા બન્યો નહીંઃ હાલ મસમોટા ખાડાઓ
જામનગરથી રપ કિ.મી. દૂર આવેલા શ્રી સપડેશ્વર સિદ્ધિ વિનાયક મંદિર તરફ જવાના માર્ગને આજથી અંદાજે એકાદ વર્ષ પહેલાં કૃષી મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાત મુહૂર્ત થઈ ગયાને એકાદ વર્ષ વીતી ચુક્યું હોવા છતાં પણ સપડા ગામના પાટીયા થી અંદર જતાં માર્ગને ડામર રોડ બનાવી દેવામાં આવ્યો પરંતુ સપડા મંદિરથી ઉપર જવાનો માર્ગ હજુ ખાડા-ખડબાવાળો જ છે. સપડા સિદ્ધિ વિનાયક મંદિરનો મહિમા દિવસેને દિવસે વધતો જાઈ છે ત્યારે દર મંગળવાર તેમજ રવિવારે લોકો ગણપતીના દર્શન માટે આવતાં હોય છે. ઘણાં શ્રદ્ધાળુઓ તો ચાલીને પણ જતાં હોય છે ત્યારે સપડા મંદિરે નીચે થી ઉપર ઢાળીયો ચળવામાં જ એટલા બધા ખાડાઓ આવેલા છે કે જેટલો થાક શહેરથી પગપાળા પહોંચી નથી લાગતો એટલો થાક આ ખાડાવાળા રસ્તોમાં નીચેથી ઉપર પહોંચવામાં લાગે છે તો આ માર્ગને તાકીદે નવો માર્ગ બનાવવા માટે કૃષિમંત્રી સમક્ષ શ્રધ્ધાળુઓની લાગણી છે. એકાદ વર્ષ જેટલો લાંબા સમયથી આ માર્ગ બન્યો ના હોય તો રાઘવજીભાઈ પટેલ દ્વારા પણ જે તે કોન્ટ્રાકટરને આ માર્ગનું કામ તાત્કાલીક રીપેર કરવા માટે સૂચન કરવું જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial