Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની હત્યાના મામલે
જામનગર તા. ૮ઃ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની હત્યા નિપજાવવાના કેસમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજે જામનગરમાં ક્ષત્રિય રાજપૂત ડોકટર ઓર્ગેનાઈઝેશન દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું.
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહજી ગોગામેડીની જયપુરમાં તા. ૫-૧૨-૨૩ ના હત્યા નિપજાવાઈ હતી.
આથી રાજપૂત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
જામનગરમાં ક્ષત્રિય રાજપૂત ડોકટર ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ડો. આર.ટી. જાડેજાની આગેવાનીમાં આજે કલેકટરને રજુઆત કરવામાં આવી હતી કે પંજાબ પોલીસ દ્વારા રાજસ્થાન પોલીસને છ માસ પહેલાજ સાવચેત કરવામાં આવ્યા હતાં.
ઉપરાંત સુખદેવસિંહએ પણ પોલીસ રક્ષણની માંગ કરી હતી. તથા કરણી સેના દ્વારા પણ આ બાબતે આવેદનો પાઠવાયા હતાંં. છતાં તેમને સુરક્ષા આપવામાં લાપરવાહી દાખવવામાં આવી હતી. આ પ્રકરણમાં લાપરવાહી દાખવનારને સસ્પેન્ડ કરવામાં આવે. તથા કોના ઈશારે રક્ષણ અપાયુ નથી તેની પણ તપાસ કરવામાં આવે. તેમજ હાઈકોર્ટના સીટીંગ જજની અધ્યક્ષતામાં ન્યાયીક તપાસ કરવામાં આવે.
દસ માસ પહેલા ભટીંડા જેલમાં સંપત નહેરા સુખદેવસિંહની હત્યાનું કાવત્રુ ઘડી રહ્યો હોય તેની જાણ પંજાબ પોલીસે રાજસ્થાન પોલીસને કરી હતી. આથી સંપત નહેરાનો કબ્જો મેળવી આકરી પુછપરછ કરવામાં આવે.
જો પૂર્વ સીએમ અને ડીજીપીની સંડોવણી હોય તો તેની ધરપકડ કરી પુછપરછ કરવામાં આવે, એનએસએ હેઠળ કેઈસ રજીસ્ટર્ડ કરીને એનઆઈએની પણ તપાસ જરૃરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial