Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૮ઃ ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી-જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલીત એસજીએફઆઈ સીધી રાજ્યકક્ષાની અંડર ૧૪ ભાઇઓ અને બહેનોની સોફ્ટબોલ સ્પર્ધા તા.૧-૧૨-૨૦૨૩ થી તા.૪-૧૨-૨૦૨૩ સુધી કાલાવડના નચીકેતા વિદ્યા સંકુલના મેદાન પર યોજાઈ હતી.
આ સ્પર્ધામા સમગ્ર રાજયમાંથી ભાઇઓની ૫૭ અને બહેનોની ૫૪ ટીમોના ૧૮૦૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ભાઇઓમાં પ્રથમ ક્રમે ડી.એસ.પટેલ હાઇસ્કૂલ-આણંદ, બીજા ક્રમે ડી.એન.જે.આદર્શ હાઇસ્કૂલ-બનાસકાંઠા અને ત્રીજો ક્રમે સુમન વિદ્યાલય અમદાવાદે પ્રાપ્ત કરેલ જ્યારે બહેનોમાં પ્રથમ ક્રમે ડી.એસ.પટેલ હાઇસ્કૂલ-આણંદ, બીજા ક્રમે શ્રી પી.કે.એમ.અપ્પર પ્રાયમરી ગર્લ્સ સ્કૂલ- જુનાગઢ અને ત્રીજા ક્રમે નોરતોલ પ્રાથમિક શાળા નં.૧- મહેસાણાએ પ્રાપ્ત કરેલ. વિજેતા ખેલાડીઓને ટ્રોફી આપીને સન્માનીત કરવામાં આવ્યાં હતાં તેમજ વિજેતા ખેલાડીઓમાંથી પસંદગી થયેલ ગુજરાત રાજયની સોફ્ટબોલ ભાઇઓ તથા બહેનોની ટીમ રાષ્ટ્રીયકક્ષાએ રાંચી - છત્તીસગઢ રમવા જશે.
ખેલાડીઓને રહેવાની, જમવાની, નિવાસ અને આવવા-જવા માટેના પ્રવાસભથ્થાની વ્યવસ્થા ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અંતર્ગત જિલ્લા રમત ગમત અધિકારી જામનગર દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર સ્પર્ધા સંતોષકારક પૂર્ણ થઇ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial