Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રીસ-ત્રીસ ઓવરની મેચોની શૃંખલા રમીને ઓલ રાઉન્ડ પરફોર્મન્સ સાથે સીરીઝોમાં જીતઃ
જામનગર તા. ૮ઃ જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનની અંડર ૧ર અને અન્ડર ૧૪ ની ટીમોએ તાજેતરમાં દિલ્હી અને જયપુરમાં અનુક્રમે પાંચ અને ત્રણ મેચની ૩૦ ૩૦ ઓવરની મેચોની શૃંખલા રમીને ઓલ રાઉન્ડ પરફોર્મન્સ સાથે સીરીઝોમાં જીત મેળવી છે.
અન્ડર ૧૪ ની ટીમે જયપુરમાં એસએચએસ કલબ સાથેની ૩ મેચની સીરીઝ કપ્તાન મિતરાજ જાડેજાની કેપ્ટનશીપ હેઠળ રમી હતી. જેમાં જામનગરની અંડર ૧૪ ની ટીમે બે મેચ જીતીને સીરીઝ અંકે કરી હતી. ત્રણ મેચની આ સીરીઝમાં વીર દુધાગરાના નોંધપાત્ર ૮પ રન હતા અને બોલર દિવ્યેશ ગહેડીયાએ છ વિકેટ લીધી હતી.
જ્યારે અન્ડર-૧ર ની ટીમે દિલ્હીની યુએસસીએ કલબ સાથેની પાંચ મેચની સીરીઝ રમીને ત્રણ મેચ જીતી હતી. તારીખ ર૩ થી ર૭ સુધી દિલ્હીનો પ્રવાસ ટીમે કર્યો હતો. અન્ડર-૧ર ની ટીમ સાથે મેનેજર તરીકે કરણ આચાર્ય અને દુષ્યંત રાઠોડ તેમજ અન્ડર ૧૪ ની ટીમ સાથે યશ જોશીએ મેનેજર તરીકે સેવા આપી હતી. જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનની જુનિયર ટીમોએ આંતરરાજ્ય કલબ મેચોની સિરીઝમાં જામ રણજીની ક્રિકેટ ભૂમિનું કૌવત દેખાડ્યું હતું. જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના ખેલાડીઓ મહેન્દ્ર ચૌહાણ સાથે ક્રિકેટની કોચીંગ મેળવે છે.
આ સીરીઝોમાં અન્ડર-૧રમાં કેપ્ટન વંશ સોલંકીને બેસ્ટ બેટસમેન ઓફ સીરીઝનો એવોર્ડ મળ્યો હતો. તેણે રર૩ રન કર્યા હતા અને આઠ વિકેટો ઝડપી હતી. હસિત ગણાત્રાએ બે સદી સાથે પાંચ મેચમાં ૪૦૬ રન કરતા તેને મેન ઓફ ધી સીરીઝ જાહેર કરાયો હતો. બેસ્ટ બોલર તરીકે શૌર્યદીપ બીહોલા (૭ વિકેટ) અને બેસ્ટ ફિલ્ડર તરીકે મહર્ષિ દિવ્યેશ વાયડાને મોમેન્ટો અપાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial