Advertisement
Author: નોબત સમાચાર

વિકસિત ભારત સંકલ્પયાત્રા હેઠળ અપાયા યોજનાકીય લાભો

ગુંદા-માખાકરોડ ગામે પહોંચ્યો રથઃ

જામનગર તા.૮ઃ કાલાવડ તાલુકાના ગુંદા તથા માખાકરોડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનો દ્વારા તેને ઉત્સાહભેર આવકાર અપાયો હતો. ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ગ્રામજનોને વિવિધ યોજનાકીય લાભો અપાયા હતાં.

રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગુંદા તથા માખાકરોડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. ધારાસભ્ય મેઘજીભાઈચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહેભર રથને આવકારી સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત આયોજીત કરાયેલ આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોની ટી.બી. સિકલ સેલ સહિતની આરોગ્ય તપાસ કરાઈ હતી, તેમજ પોષણ યોજના, પીએમ કિસાન સ્વનિધિ, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષમાન કાર્ડ વગેરે યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતાં, જેની લાભાર્થીઓએ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી ખુશી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-ર૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતાં. કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઊભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અદ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શનની સાથોસાથ ડ્રોનનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ સુશ્રી ચંદ્રિકાબેન પાનસુરિયા, તાલુકા વિકાસ અધિકારી હરદેવસિંહ ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય નરવિજયસિંહ જાડેજા તથા અશ્વિનભાઈ શિંગાળા સહિતના જનપ્રતિનિધિઓ, આગેવાનો, સરકારી વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh