Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાંબા સમયથી અટવાયેલો પ્રશ્ન હલ થશેઃ
ખંભાળિયા તા. ૮ઃ ખંભાળિયામાં તત્કાલિન ધારાસભ્ય સ્વ. મેઘજીભાઈ કાણઝારિયા તથા પૂર્વ ધારાસભ્ય સ્વ. કાળુભાઈ ચાવડાના ખાસ પ્રયાસોથી સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ જિલ્લાની બે પ્રવાહોની એક માત્ર કોલેજ શરૃ થયેલ જેનું બિલ્ડીંગ ના હોય આ કોલેજ વર્ષોથી સરકારી જી.સી.જે. હાઈસ્કૂલના બિલ્ડીંગમાં બેસતી હતી.
આ કોલેજની જગ્યા બાબતે, ટેન્ડરો મંજુર થવા અંગે તથા અન્ય મુદ્દાઓ અંગે પ્રશ્નો વારંવાર ઊભા થતા આ કોલેજ પછી મંજુર થયેલ કલ્યાણપુર, ભાણવડની કોલેજોના નવા બિલ્ડીંગો બની ગયા હતાં, પણ ખંભાળિયાનું બન્યું ના હતું. જે પછી ખંભાળિયાના ધારાસભ્ય તથા રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાના પ્રયાસોથી આ તમામ પ્રશ્નો હલ થઈ જતા આવતીકાલે નવા બિલ્ડીંગનું ભૂમિ પૂજન યોજાયું છે.
સલાયા રોડ પર હરિપર ગામ પાસે વિશાળ જગ્યામાં જુના સરકારી ફાર્મ હાઉસ પાસે કરોડોના ખર્ચે બનનાર આ નવા અદ્યતન બિલ્ડીંગનું ભૂમિપૂજન તા. ૯-૧ર-ર૦ર૩ ના સાંજે પ-૩૦ વાગ્યે રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે થશે જેમાં આગેવાનો, અધિકારીઓ તથા સરકારી કોલેજનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ જોડાશે.
ઉલ્લેખનિય છે કે, ખંભાળિયાની સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજમાં એટલી સંખ્યા રહે છે કે પ્રવેશ શરૃ થતા જ તમામ જગ્યાઓ ભરાઈ જાય છે તથા ખૂબ જ સારૃં પરિણામ પણ આવેલું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial