Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમીનનો કબજો સરકાર હસ્તક લેવા પ્રાંત અધિકારીને મામલતદારને સૂચના
જામનગર તા. ૮ઃ જામનગર જિલ્લામાં સરકાર દ્વારા નાળિયેરીના વાવેતર માટે આપેલી જમીનોના વિવાદ છેલ્લા ઘણાં સમયથી 'ટોક ઓફ ધી ટાઉન' બની રહ્યા છે.
તેમાંય ખાસ કરીને લાખાબાવળમાં નાળિયેરીના વાવેતર માટે સરકારે આપેલી જમીનોના લે-વેચ-હરાજીના પ્રકરણમાં સરકારી તંત્ર દ્વારા હજી સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ નથી તેમ જાણવા મળે છે, જો કે આ પ્રકરણના લાભાર્થી દ્વારા સરકારી હુકમોની અવગણના થતી હોય તેવી સ્પષ્ટતા/ખુલાસા પણ વહેતા થયા છે, જ્યારે વાસ્તવિકરૃપે જે રેકોર્ડ ઉપર સરકારના આદેશો છે તેમાં આ પ્રકરણમાં ગોબાચાળી થઈ હોવાનું જણાય છે.
અલબત્ત, આ પ્રકરણને સાઈડમાં રાખીએ તો પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં જ જામનગરના નગર સીમ વિસ્તારમાં ૧૯૭૯ માં નાળિયેરીના વાવેતર માટે ફાળવાયેલી જમીનનો ચોક્કસ હેતુ માટે ઉપયોગ નહીં થવા બદલ ફાળવેલી જમીન સરકાર હસ્તક લેવાનો અને શ્રી સરકાર (ખાલસા) કરવાનો હુકમ કર્યો છે. હુકમઃ પ્રતિવાદીને મોજે જામનગર શહેરના ખેતી ટીકા નં. ૩/બી ના રે.સ.નં. ૮૪૯ ની જમીન એ, ૬-૧૮ ગુંઠા જમીન કલેક્ટર, જામનગરના તા. ર૩-૮-ર૦૦ર ના હુકમ નં. પરચ/અપીલ/ર૦/૯૯-ર૦૦૦ થી ગોવિંદ વીરાના વારસદાર ભાનુબેન ગોવિંદને જમીન રીગ્રાન્ટ કરવામાં આવેલ હતી. પ્રતિવાદી દ્વારા કલેક્ટર, જામનગરના ઉક્ત તા. ર૩-૮-ર૦૦ર ના હુકમની શરત નં. ૩ તથા ૪ મુજબ જમીન જે હેતુ માટે આપવામાં આવેલ છે તે હેતુ માટે ઉપયોગ કરવાનો રહે છે. અવલોકનની વિગતે હાલમાં જે હેતુ માટે જમીન આપવામાં આવેલ છે તે હેતુ માટે ઉપયોગ થતો ન હોય, પ્રતિવાદી દ્વારા કલેક્ટરની શરતોનો ભંગ કર્યા હોવાનું સાબિત માનવામાં આવે છે તેમજ કલેક્ટર જામનગરના ઉક્ત હુકમની શરત નં. ૧૦ મુજબ જમીન કોઈપણ જાતનું વળતર આપ્યા સિવાય સરકાર હસ્તક પરત લેવા હુકમ કરવામાં આવે છે. મામલતદાર જામનગર (શહેર) એ આ જમીનનો કબજો સરકાર હસ્તક તાત્કાલિક મેળવી લેવો અને અનધિકૃત વ્યક્તિઓની આ જમીન ઉપરથી હકાલપટ્ટી કરવાનો હુકમ તા. પ-૯-ર૦ર૩ ના પ્રાંત અધિકારી ડી.ડી. શાહે કર્યો છે.
જામનગર જિલ્લામાં સરકારે નાળિયેરીના વાવેતર માટે આપેલી જમીનોમાં જે જમીનોમાં ચોક્કસ હેતુ જળવાયો નથી, જમીન ફાળવ્યા પછી નાળિયેરીનું વાવેતર જ કરાયું નથી તેવી જમીનોના સર્વે કરી રોજકામ સાથેના રિપોર્ટ પણ રજૂ થયા છે અને તેમાંથી કેટલાક આસામીઓને નોટીસો આપવામાં આવી છે. આ તમામ જમીનોના સર્વે નંબરો, તેના લાભાર્થી આસામીઓ, નોટીસો વગેરેની માહિતી જામનગરના જાગૃત નાગરિક અને ન.પ્રા.શિ. સમિતિના સભ્ય નીતિનભાઈ માડમે માંગી છે. આગામી દિવસોમાં જામનગર જિલ્લામાં સમગ્ર મામલે સરકારી કાર્યવાહીનો ખુલાસો થઈ જવાની ધારણા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial