Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય રિઝર્વ બેંક દ્વારા સતત પાંચમી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીંઃ રેપોરેટ ૬.પ ટકા યથાવત્

આરબીઆઈ ગવર્નર દ્વારા નાણાકીય સમીક્ષા બેઠકના પરિણામોની જાહેરાતઃ

મુંબઈ તા. ૮ઃ આરબીઆઈ એ સતત પાંચમી વાર રેપોરેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગવર્નર શશીકાંત દાસે જણાવ્યું કે મોનેટરી પોલિસી કમિટીએ કોઈ ફેરફાર કર્યા વિના રેપોરેટ ૬.પ ટકા પર યથાવત્ રાખ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર રેપોરેટ સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શશીકાત દાસે નાણાકીય સમીક્ષા બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી. કેન્દ્રિય બેંકે ફરી એકવાર રેપોરેટ યથાવત્ રાખ્યો છે અને તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈના નિર્ણય પછી ફરી એકવાર વ્યાજ દર ૬.પ ટકા પર યથાવત્ છે. લોકોને આશા હતી કે આ વખતે રિઝર્વ બેંક રેપોરેટમાં ઘટાડો કરીને સસ્તી લોનની ભેટ આપશે, પરંતુ એવું થયું નહીં. સસ્તી લોન માટે હજી વધુ રાહ જોવી પડશે, જો કે લોન મોંઘી નહીં થાય અને ઈએમઆઈમાં પણ વધારો નહીં થાય.

એમપીસીના ૬ માંથી પ સભ્યો વ્યાજદરમાં ફેરફાર ન કરવાના નિર્ણયની તરફેણમાં હતાં. રેપોરેટની સાથે ફિક્સ ડિપોઝિટ ફેસિલિટી અને માર્જિનલ ફિક્સ્ડ ફેસિલિટી રેટ પણ સ્થિર રાખવામાં આવ્યા હતાં. આ ઉપરાંત સ્ટેન્ડીંગ ડિપોઝિટની સુવિધા ૬.રપ ટકા જ્યારે માર્જિનલ સ્ટેન્ડીંગ સુવિધા ૬.૭પ ટકા પર જાળવી રાખવામાં આવી છે. શશીકાંત દાસે કહ્યું કે નવેમ્બરમાં પીએમઆઈ વધ્યો છે. જીએસટી કલેક્શન પણ વધ્યું છે.

આપણે બેંકમાંથી લોન લઈએ છીએ, તેના બદલામાં આપણે બેંકને વ્યાજ ચૂકવીએ છીએ. એ જ રીતે બેંકે પણ તેની જરૃરિયાત અથવા દૈનિક કામકાજ માટે ઘણી રકમની જરૃર પડે છે. તેના માટે બેંક ભારતીય રિઝર્વ બેંક પાસેથી લોન લે છે. બેંક આ લોન પર રિઝર્વ બેંકને જે વ્યાજ ચૂકવે છે તેને રેપોરેટ કહે છે.

બેંકને રિઝર્વ બેંકમાંથી ઓછા વ્યાજ પર લોન મળશે તો તેનો ફંડ એકત્ર કરવાનો ખર્ચ ઘટશે. તેના કારણે તે તેના ગ્રાહકોને સસ્તી લોન આપી શકે છે તેનો અર્થ એ છે કે રેપોરેટ ઓછો થતાં સામાન્ય ગ્રાહકોની હોમ, કાર અથવા પર્સનલ લોન પરના વ્યાજમાં ઘટાડો થઈ શકે છે.

રિવર્સ રેપોરેટ એ રેપોરેટ કરતા વિપરિત હોય છે. બેંકોની પાસે આખો દિવસ કામકાજ પછી અનેક વખત મોટી રકમ બાકી રહે છે. બેંક આ રકમ રિઝર્વ બેંકમાં રાખી શકે છે, જેના પર તેમને વ્યાજ પણ મળે છે. જે દર પર આ વ્યાજ મળે છે તેને રિવર્સ રેપોરેટ કહે છે. રિઝર્વ બેંકને લાગે કે બજારમાં રોકડ વધુ છે તો તે રિવર્સ રેપોરેટમાં વધારો કરી દે છે. જેથી બેંકો વધુ વ્યાજની કમાણી માટે તેમના નાણા રિઝર્વ બેંક પાસે રાખવા પ્રોત્સાહિત થાય અને આ રીતે તેમની પાસે બજારમાં આપવા માટે નાણા ઓછા બચે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh