Advertisement
Author: નોબત સમાચાર

ચેન્નાઈમાં ૬ સ્કૂબા ડાઈવર્સે દરિયામાં ૬૦ ફૂટ ઉંડે ડૂબકી મારીને કર્યું ઈવીએમ પ્રેઝન્ટેશન

મતદાર જાગૃતિ માટે બનાવેલો વીડિયો ચૂંટણી પંચે મૂકયો સોશ્યલ મીડિયામાં

ચેન્નાઈ તા. ૧ર : ચેન્નાઈમાં સ્કૂબા ડાઈવર્સે મતદાર જાગૃતિ અભિયાન હેઠળ ૬૦ ફૂટ ઉંડા દરિયામાં ઈવીએમ પ્રેઝન્ટેશન કર્યું હતું.

દેશમાં લોકસભાની પ૪૩ બેઠકો માટે ૭ તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કો ૧૯ એપ્રિલથી શરૂ થશે. ૧ જૂને મતદાન થશે. અંતિમ પરિણામ ૪ જૂને આવશે. દેશમાં અન્ય એક જયાં રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ સાથે જ ચેન્નાઈના ૬ સ્કૂબા ડાઈવર્સે પણ મતદાનને લઈને એક અનોખું જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. ડાઈવર્સે જાગૃતિ માટે ૬૦ ફૂટ ઊંડા દરિયામાં ઉતર્યા હતાં. ડાઈવર્સે તેમની સાથે ડમી ઈવીએમ મશીન લઈ ગયા હતાં. ડાઈવર્સે મતદાનના અધિકાર અને ફરજ માટે આ અભિયાન શરૂ કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ટેમ્પલ એડવેન્ચરના ડાયરેકટર એસ.વી. અરવિંદ થરૂ દ્વારા કરવામાં આવ્યું હતું.

ચેન્નાઈના નીલંકરાઈમાં, સ્કૂબા ડાઈવર્સે સમુદ્રમાં ડૂબકી લગાવી અને ૬૦ ફૂટ પાણીની નીચે મતદાન પ્રક્રિયા સમજાવી. આ વીડિયો ભારતના ચૂંટણી પંચ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં 'મેં ભારત હંૂ...' ગીત સંભળાય છે.

લોકસભાની ચૂંટણીની જાહેરાત પછી મતદાન જાગૃતિ અંગે ભારતીય ચૂંટણી પંચ વધુ સક્રિય બન્યું છે. આ વખતે પંચે વધુ અનોખી રીતે મતદારોનું ધ્યાન આકર્ષિત કરવાની પહેલ કરી છે. ચેન્નાઈના નીલંકરાઈમાં, સ્કૂબા ડાઈવર્સે દરિયામાં ડૂબકી મારીને ૬૦ ફૂટ પાણીની અંદર મતદાન પ્રક્રિયા સમજાવતુ ઈવીએમ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેનાથી એક એક મત કેટલો કિંમતી અને પવિત્ર છે તેનું મહત્ત્વ જાણી શકાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh