Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈ રીતે દાઝી ગયેલા વૃદ્ધા પર કાળનો પંજોઃ
લાલપુરના વિજયપુર ગામના એક પ્રૌઢને પાણીની ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા જતાં શોર્ટ લાગ્યો હતો. તેઓનું અમદાવાદ દવાખાને મૃત્યુ નિપજ્યું છે. કોઈ રીતે દાઝી ગયેલા શંકરટેકરીમાં રહેતા વૃદ્ધા પર કાળનો પંજો પડ્યો છે.
લાલ૫ુર તાલુકાના વિજયપુર ગામમાં રહેતા પોલાભાઈ મૂળુભાઈ ભાદરકા (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ ગઈ તા.૮ની સવારે પોતાના ખેતરે આવેલા ટ્રાન્સફોર્મર પાસે પાણીની મોટર ચાલુ કરવા ગયા ત્યારે સ્ટાર્ટરમાંથી તેઓને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. દાઝી ગયેલા પોલાભાઈને લાલપુર દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પુત્ર લખમણ ભાઈએ પોલીસે જાણ કરી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા નહેરૂનગરમાં રહેતા બાયાબેન જીવાભાઈ વારસુર (ઉ.વ.૭૦) નામના વૃદ્ધા મંગળવારે સવારે કોઈ રીતે દાઝી જતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું મૃત્યુ થયાનું રિક્ષા ડ્રાઈવર ગોપાલ રામજીભાઈ વારસુરે પોલીસને જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial