Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૨: જામનગરના એક યુવતીએ રાજકોટમાં રહેતા પતિ પાસેથી ભરણપોષણ મેળવવા કરેલી અરજી અન્વયે અદાલતે દર મહિને રૂ. ૩૦૦૦ ચૂકવવા પતિને હુકમ કર્યાે છે.
જામનગરના જીજ્ઞાશાબેન નામના યુવતીના લગ્ન રાજકોટના કેવલ પ્રકાશભાઈ સોઢા સાથે થયા પછી જીજ્ઞાશાબેનને ત્રાસ આપવામાં આવતો હતો. તેણીને સાસરિયાઓએ પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકતા પિયર પરત ફરેલા આ યુવતીએ કોર્ટમાં ભરણપોષણ માટે અરજી કરી હતી.
તે અરજી અન્વયે અદાલતે દર મહિને રૂ. ૩૦૦૦ ભરણ પોષણ પેટે ચૂકવવા અને વળતર પેટે રૂ. ૧૫,૦૦૦, અરજી ખર્ચના રૂ. ૧,૦૦૦ અલગથી આપવા હુકમ કર્યાે છે. આ કેસમાં અરજદારણ તરફથી વકીલ ગિરીશ સરવૈયા, ઋષિરાજ જેઠવા, અજય ગામણા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial