Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાપમાનમાં ર.ર ડીગ્રીના ઘટાડા સાથે
જામનગર તા. ૧રઃ જામનગરમાં ૩પ થી ૪૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા તેજીલા વાયરાઓના પગલે એક જ દિવસમાં ર.ર ડીગ્રી સુધી ઘટીને મહત્તમ તાપમાન ૩પ ડીગ્રીએ પહોંચી ગયું હતું. તાપમાનમાં ઘટાડો થતા ગરમીમાં પણ ઘટાડો થયો હતો.
જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી. ગતિમાન પવનના પગલે એક જ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ર.ર ડીગ્રી સુધી નીચે સરકીને ૩પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તેજીલા વાયરા અને તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે બપોરે અનુભવાતા આકરા તાપમાં પણ ઘટાડો થયો હતો. સાંજથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા નગરજનોએ રાહત અનુભવી હતી.
નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧.પ ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૪.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ નજીવા ઘટાડા સાથે ૯૦ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial