Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરિયા કોલેજ રોડ પર આવેલી જમીનનો મામલોઃ
જામનગર તા. ૧૨: જામનગરના હરિયા કોલેજ રોડ પર આવેલી વસંત પરિવારની જગ્યાના મામલે અદાલતમાં દાવો કરી તે મિલકતના વેચાણ સામે વચગાળાના મનાઈહુકમની માગણી કરાઈ હતી. અદાલતે તે માગણી નકારી છે.
જામનગરના હરિયા કોલેજ રોડ પર વિનોદરાય કલ્યાણજી વસંત તથા હેમલ મહેશભાઈ વસંત દ્વારા એક જમીન ખરીદવામાં આવી હતી. તે જમીન અંગે શરદ કલ્યાણજી વસંતે કોર્ટમાં દાવો કરી જણાવ્યું હતું કે, આ જગ્યા સંયુુકત કુટુંબની છે અને તેમાં શરદભાઈનો હિસ્સો છે.
દાવો ચાલુ થાય તે દરમિયાન જમીનનું વેચાણ કરવામાં ન આવે તે માટે મનાઈ હુકમ પણ માંગવામાં આવ્યો હતો. તેની સામે મિતલ વિનોદરાય અને હેમલ મહેશભાઈએ વાંધો લઈ જણાવ્યું હતું કે, અન્ય દાવામાં શરદભાઈએ સંયુક્ત કુટુંબ હોવાનો ઈન્કાર કર્યાે છે અને સહમાલિક મહેશભાઈ કલ્યાણજીને દાવામાં જોડ્યા નથી અને મિલકતની કિંમત મુજબ કોર્ટ ફી-સ્ટેમ્પ ભર્યા નથી. તેથી વચગાળાના મનાઈ હુકમની અરજી રદ્દ કરવી જોઈએ.
અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી વાદીની વચગાળાની મનાઈ હુકમની અરજી રદ્દ કરી છે. પ્રતિવાદી હેમલ વસંત તરફથી વકીલ અનિલ કોઠારી, રવિન્દ્ર વાઘેલા, વિશાલ વાઘેલા, સ્વ. વિનોદરાયના વારસો તરફથી વકીલ મયુર મહેતા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial