Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોડ પર બેસી જઈ કર્યા સૂત્રોચ્ચારઃ એસપી સહિતનો પોલીસ કાફલો દોડ્યોઃ દેખાવકારોની અટકાયત કરાઈઃ
જામનગરના ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા બૂથ સંમેલન યોજવામાં આવ્યું હતું. ઓશવાળ સેન્ટરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના યુવાનો વિરોધ પ્રદર્શન માટે ધસી આવ્યા હતા. તેઓએ કાળા વાવટા ફરકાવી રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા જ્યારે કેટલાક ક્ષત્રિય મહિલાઓ પણ વિરોધ પ્રદર્શન માટે આવી પહોેંચ્યા હતાં. દેખાવકારોની સ્થળ પર હાજર પોલીસે અટકાયત કરી લીધી હતી. આ કાર્યક્રમમાં કોઈ અડચણ ઉભી ન થાય તે માટે પૂરતી સાવચેતી રાખવામાં આવી હોવા છતાં નજીકમાં જ આવેલી જેટકો તથા વીજ કંપનીની કચેરીના પટાંગણમાં અગાઉથી આવી ગયેલા દેખાવકારો અચાનક જ દોડી આવતા પોલીસે ચાંપતા પગલાં ભર્યા હતા. એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જે.એન. ઝાલા તેમજ એલસીબી, એસઓજી, સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ બંદોબસ્તમાં રહ્યો હતો. દેખાવકારોએ રોડ પર બેસી જઈને સૂત્રોચ્ચાર કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial