Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોસ્પિટલો સજ્જ રાખવા અને જાગૃતિ અભિયાન ચલાવવા સૂચનાઓ આપીઃ
નવી દિલ્હી તા. ૧રઃ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને હીટવેવ તથા પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી.
પીએમ મોદીએ ગુરુવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં હીટવેવ અને ચોમાસું અને આરોગ્ય ક્ષેત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. કાળજાળ ગરમીનો સામનો કરવા હોસ્પિટલોની સજ્જતા જાળવવા તેમજ જાગૃતિ અભિયાન ચલાવવા પીએમ મોદીએ અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં પીએમ મોદીની સાથે મુખ્ય સચિવ, ગૃહ સચીવ, આઈએમડી અને એનડીએમએના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
મળતી માહિતી મુજબ, હવામાન અંગે, આઈએમડી અને એનડીએમએ એ જણાવ્યું હતું કે, એપ્રિલથી જૂન મહિનામાં દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતા વધુ તાપમાન રહેવાની સંભાવના છે. પીએમએ હીટવેવ અને ચોમાસાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વધુમાં પીએમ મોદીએ અધિકારીઓને હીટવેવનો સામનો કરવા, હોસ્પિટલોની સજ્જતા જાળવવા તેમજ જાગૃતિ અભિયાન ચલાવવા સૂચના આપી હતી. આરોગ્ય મંત્રાલય અને એમડીએમએની સલાહને વધુમાં લોકોને જાગૃત કરવા જોઈએ તે અંગે ભાર મૂક્યો હતો. બેઠકમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે સામાન્ય કરતા વધુ ગરમી રહેવાની આશા છે. આ વાત પરથી પીએમએ અધિકારીઓને કહ્યું હતું કે, સમય સમય પર ટેલિવિઝન, રેડિયો અને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ દ્વારા લોકો માટે જાગૃતિ પ્રસાર થવી જોઈએ. કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા સ્તરના તમામ મંત્રાલયોએ આના પર સંકલનમાં કામ કરવાની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial