Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વપરાશકારો જો વોટરચાર્જ ન ચૂકવે તો કરોડો રૂપિયાના દેવા કેમ ચૂકવાય? : મનપા
જામનગર તા. ૧રઃ જામનગરના નળ વાટે પાણી મેળવતા આસામીઓ પાસેથી મહાનગર પાલિકાને હજુ રૂ. ૧ર૧ કરોડથી વધુ રકમની વસુલાત કરવાની બાકી રહી છે. લોકો પાણીનો ઉપયોગ વપરાશ કરે છે પરંતુ પાણી ચાર્જની ચુકવણી કરતા નથી પરિણામે મહાનગરપાલિકાનું કરોડોનું લેણું બાકી નીકળે છે.
જામનગર મહાનગર-પાલિકા દ્વારા ઘરે-ઘરે નળવાટે પાણી વિતરણ કરવામાં આવે છે. અને એકાંતરા નિયમિત પાણી વિતરણ કરવામાં આવે છે. જો કયારેક કોઈ ક્ષતિ સર્જાય કે પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોય અને જો એકાદ-બે દિવસ માટે પણ પાણી વિતરણ બંધ કરવામાં આવે, દેકારો બોલાવવામાં આવે છે પરંતુ આવા આસામીઓ પાણી ચાર્જ ભરવામાં રસ દાખવતા નથી.
વર્ષ-ર૦૦૬ પહેલાના રેન્ટબેઈઝ આધારિત ગણતરી મુજબ જામનગરના ૧૭ વોર્ડના રહેવાસીઓ પાસેથી પાણી રૂ. ર૧ કરોડ ૩૯ લાખ ૯૦ હજાર ૭પપ ની કુલ વસુલાત કરવાની બાકી છે. જેમાંથી મુદ્દત માત્ર ૪ કરોડથી વધુ છે પરંતુ તેનું વ્યાજ રૂ. ૧૭ કરોડથી વધુ થવા જાય છે.
તેવી જ રીતે વર્ષ ર૦૦૬ પછી એટલે કે કારપેટ આધારિત રૂપિયા ૭૩ કરોડ ૯૬ લાખ ૩૬ હજાર ૬પ૮ ની કુલ વસુલાત બાકી છે. જેમાં મુદ્દલ ૪૦ કરોડ અને તેના ઉપર વ્યાજ ૩૩ કરોડથી વધુ છે.
આ ઉપરાંત સ્લમ વિસ્તારના પાણી ચાર્જની કુલ રપ કરોડ ૬૭ લાખ ૪૯ હજાર ૧૭પ ની વસુલાત બાકી છે. જેમાં વોર્ડ નંબર ૧ ના ફકત ત્રણ આસામીઓ પાસેથી રૂ. ર૮પ૦ ની જ બાકી વસુલાતનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ વોર્ડ નંબર ૧૮ ના રૂ. ૧ કરોડ ૪૩ લાખ પ૯ હજાર ૬૧૧ નો સમાવેશ થાય છે. તેના ઉપર વ્યાજ મળી કુલ ૪ કરોડ ૩૬ લાખ ૬૬ હજાર ૯૩૭ ની રકમ થવા જાય છે. આમ જામનગર મહાનગર-પાલિકાએ આજની સ્થિતિએ ફકત પાણી ચાર્જની રૂપિયા રપ૬૭૪૯૧૭પ ની વસુલાત બાકી રહી છે. આ ઉપરાંત ૩૭પ કરોડ મિલકત વેરાની વસુલાત બાકી છે.
જામનગર મહાનગર-પાલિકાને પણ પાણી મેળવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. મળતી માહિતી મુજબ નર્મદાના નીરના રૂ. ર૬ર કરોડ, તથા ઉંડ, સસોઈ અને આજી-ડેમમાંથી મેળવાયેલ પાણીના ૯૦૦ કરોડની રકમ ચૂકવવાની બાકી છે.
મહાનગરપાલિકાને ૧૦૦૦ લીટર પાણી ૯ રૂપિયામાં પડતર થાય છે જેનું સાડાચાર રૂપિયાના ભાવે વિતરણ થાય છે. એટલે કે અડધા ભાવે પાણી વિતરણ થાય છે આમ છતાં લોકો તેના તે પૈસા પણ ચુકવતા નથી આથી મહાનગરપાલિકાને આર્થિક ફટકો પડી છે જેની અસર વિકાસ કામો ઉપર જોવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial