Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સળીયો ફટકારી ફ્રેક્ચર કરી નખાયું:
જામનગર તા. ૧૨: જામનગરના દડિયા ગામમાં રહેતા એક યુવાનને દસ દિવસ પહેલાં ધ્રોલ નજીક લૈયારા ગામ પાસે હોટલની પાછળના ભાગમાં લૈયારા ગામના ત્રણ શખ્સે માર માર્યાે હતો. અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી હુમલો કરાયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
જામનગર તાલુકાના મોરકંડા ગામના વતની અને હાલમાં દડિયા ગામના વાડી વિસ્તારમાં રહેતા વિનોદભાઈ રામજીભાઈ મકવાણા ગઈ તા.૧ની રાત્રે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક લૈયારા ગામ નજીક ચાની હોટલ પાસે હતા ત્યારે લૈયારા ગામના મહેશ દરગાણી, નરેશ દરગાણી, રેનીશ વાઘેલા નામના ત્રણ શખ્સ આવ્યા હતા.
આ શખ્સોએ અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી બોલાચાલી શરૂ કર્યા પછી ગાળો ભાંડી હતી. મહેશે સળીયા વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી. જ્યારે રેનીશે ઢીકાપાટુથી માર માર્યાે હતો. સારવારમાં ખસેડાયેલા વિનોદભાઈએ ગઈકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial