Advertisement
Author: નોબત સમાચાર

સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજીઃ ક્રૂડમાં ભાવવધારો

વર્ષ ર૦ર૪ માં સોના-ચાંદીના ભાવો ૩૦% સુધી વધી શકે

મુંબઈ તા. ૧રઃ સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી જોવા મળી રહી છે, તો બીજી તરફ ક્રૂડમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક સ્તરે સોના-ચાંદીમાં આજે ફરી રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે. સ્પોટ સોનું ર૪૧ર.૯૦ ડોલર પ્રતિ ઔંશની સર્વોચ્ચ ટોચે પહોંચ્યું છે, જ્યારે સ્પોટ ચાંદીએ પણ ર૯.૦૩ ડોલર પ્રતિ ઔંશની ઐતિહાસિક ટોચ નોંધાવી છે. સ્થાનિક સ્તરે એમસીએક્સમાં પણ કોમોડિટી માર્કેટ ખૂલતાની થોડી જ ક્ષણોમાં સોનાની કિંમત ૧૦ ગ્રામ દીઠ રૂ.  ૭ર,૬૭૮ અને ચાંદી કિગ્રા દીઠ રૂ.  ૮૪,૧૦ર ની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી.

એકબાજુ અમેરિકાના ફૂગાવાના આંકડા અપેક્ષા કરતા વધુ નોંધાતા રેટ કટની શક્યતાઓ ઘટી હતી, જો કે ગઈકાલે અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ડેટા અપેક્ષા કરતા સુધારા તરફી રહેતા ફેડ દ્વારા આ વર્ષે રેટમાં ઘટાડો થવાનો સંકેત મળ્યો છે. લેબર ડિપાર્ટમેન્ટમાં જણાવ્યું હતું કે, પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ અર્થશાસ્ત્રીઓની ૦.૩ ટકા વૃદ્ધિની અપેક્ષા સામે માર્ચમાં ૦.ર ટકા વધ્યો હતો. બીજી બાજુ વૈશ્વિક સ્તરે વધતી જિયો-પોલિટિકલ ક્રાઈસિસના કારણે રોકાણકારો સેફ હેવન તરફ રોકાણ વધારી રહ્યા છે.

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે રાજકીય તપાવના પગલે ક્રૂડ ૯૦ ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી ગયું છે. નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓ મધ્ય-પૂર્વીમાં વધી રહેલા તપાવ અને ઓપેક દ્વારા જૂન સુધી ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન કરવાના નિર્ણયના પગલે ક્રૂડમાં તેજી જારી રહી શકે છે.

સોના-ચાંદીના ભાવ ર૦ર૪ માં નવી રેકોર્ડ ટોચ સાથે ૩૦ ટકા સુધી વધી શકે છે. ટૂંકાગાળા માટે પ્રોફિટ બુકીંગ રિટર્ન પર અસર કરી શકે છે, પરંતુ ઓવરઓલ આઉટલૂક ર૦ર૪ માં પોઝિટિવ જોવા મળી રહ્યો છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ અને વ્યાજદરોમાં ઘટાડો ઉપરાંત સેન્ટ્રલ બેંકો દ્વારા ગોલ્ડ રિઝર્વની વધતી ખરીદી કિંમતી ધાતુની તેજીને વેગ આપી રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh