Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં અમેઝીંગ દ્વારકા દ્વારા યોજાયો એજ્યુકેશન એકસ્પો : શૈક્ષણિક સંસ્થાનું પ્રદર્શન

વિશ્વના દેશોના ૧પ૦૦ જેટલા ચલણીનોટ-સિક્કાનું પ્રદર્શન

ખંભાળીયા તા. ૧૨: ખંભાળીયામાં એમઝીંગ દ્વારકા દ્વારા એજ્યુકેશન એકસ્પો યોજાયો હતો. જેમાં હજારો છાત્રો, વાલીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાના કર્મચારીઓ, અગ્રણીઓએ આ એકસ્પોનો લાભ લીધો હતો.

જાણીતા મોટીવેશનલ વકતા શૈલેષભાઈ સગપરીયા તથા ગુજરાત તથા ભારતની અનેક યુનિવર્સિટીઓના તજજ્ઞોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લાઈવ રોબોટીક ટેકનોલોજીનું નિદર્શન તથા પ૦ શૈક્ષણિક સંસ્થાઓનું પ્રદર્શન તથા વિશ્વના દેશોના ૧પ૦૦ જેટલા ચલણી નોટો તથા સિક્કાના પ્રદર્શને આકર્ષણ જમાવ્યું હતું. શૈલેષભાઈ સગપરીયા તથા વકતાઓએ માર્ગદર્શન આપી પ્રશ્નોતરી કરી હતી.

આયોજક અમેઝીંગ દ્વારકા દ્વારા ભાગ લેવાયેલા હજારો વિદ્યાર્થીઓમાં ડ્રો કરીને પ્રોત્સાહનરૂપે પ૦ હજાર રૂપિયાની રોકડ સ્કોલરશીપ સ્થળ પર જ આપવામાં આવી હતી.  આ કાર્યક્રમમાં ખંભાળીયા તથા હાલારના અનેક અગ્રણીઓ જોડાયા હતાં. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય હેમતભાઈ ખવા ઉપસ્થિત રહ્યા હતાં. ઉપસ્થિત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ૪૦ જેટલા છાત્રોને ૧૦ ટકાથી પ૦ ટકા સુધીની સ્કોલરશીપ પણ આપવામાં આવી હતી. અમેઝીંગ દ્વારકા ટીમના દિનેશભાઈ ચાવડા તથા તેમના સાથી સદસ્યો દ્વારા આયોજન થયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh