Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉમંગભેર ઉજવણી
જામનગર તા. ૧૨: સમાજમાં વિશિષ્ટ કામ કરતી ૧૪ મહિલાઓના સન્માન સાથે જાયન્ટસ ગ્રુપ ઓફ જનસેવા દરેડ દ્વારા રાજ્ય પુરોહિત વિદ્યાર્થી ભૂવન (જામનગર)માં વિશ્વ મહિલા દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે કી-નોટ સ્પીકર તરીકે શિક્ષણવિદ્ પ્રો. દિલીપભાઈ આશર અને શાસ્ત્રી વિરલભાઈ નાકરે પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું.
આ સમારંભના અધ્યક્ષ તરીકે ગ્રુપ પ્રમુખ સુરેશચંદ્ર રાડીયા, મુખ્ય મહેમાન એન.સી.એફ.જયદેવભાઈ ભટ્ટ (સ્પે. ઓફિસર સૌરાષ્ટ્ર ડેવલોપમેન્ટ જા.વે.ફા)તથા અતિથિ વિશેષ તરીકે મુકેશભાઈ પાઠક (ઉપપ્રમુખ જાવેફા ફેડ. ૩ બી) ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં જયશ્રીબેન આર. જોશી, અમિરાજબા એમ. જાડેજા, ભાવનાબેન બી. મકવાણા, મનિષાબેન ચંદીભમર, ભાવનાબેન એ.મારૂ, હેમાલીબેન એમ. પંડ્યા, દિપ્તીબેન ડી. નથવાણી, ભાવનાબેન આર. પોપટ, ધારાબેન એન. થડેશ્વર, ડો. સ્નેહાબેન કે. વઢવાણા, દૂરૈયાબેન સાબુવાલા, ડો. પ્રગતિબેન નારીયા, અમનબેન એ. શેખ તથા પ્રેક્ષાબેન એચ. ભટ્ટને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ગ્રુપના ઉપપ્રમુખ ડો. મીરાબેન ગોહિલ, એડ. ચૈતાલીબેન ભટ્ટ, ડી.એ. અરવિંદભાઈ ભટ્ટ, પ્રોજેકટ ચેરમેન રેણુકાબેન ભટ્ટ, (યુડી-૪) રેહનાબેન ઝવેરી, સમીમ ઝવેરી, ડિમ્પલબેન મહેતા હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial