Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમામ કાર્યક્ષેત્રોને ગ્રીન બનાવવાનો અભિગમઃ પ્રશાંત રૂઈયા
મુંબઈ તા. ૧રઃ ભારતના પ્રથમ ખાનગી ક્ષેત્રના સ્વતંત્ર પાવર ઉત્પાદક એવા એસ્સાર પાવર લિમિટેડ દ્વારા તેના રિન્યુએબલ્સ ડિવિઝન માટે અંકુર કુમારની ચીફ એક્ઝિકયુટીવ ઓફિસર પદે નિમણૂક કરાઈ છે. અંકુર એસ્સાર ગ્રુપના ગ્રીન એનર્જી તરફના ટ્રાન્સીશનની નેમને વેગ આપવા તથા ભારતમાં રિન્યૂએબલ ઈકોસિસ્ટમ મજબૂત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
રિન્યૂએબલ એનર્જી તથા સાર્વજનિક માળખાકીય ક્ષેત્ર સાથે ર૪ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા અંકુર કુમાર તેમના બહોળા જ્ઞાન અને કુશળતા સાથે ગ્રુપને મહત્ત્વનો ફાળો આપશે. અગાઉ એકમે સોલાર હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ તરીકે કાર્યરત અંકુર કુમારે તે કંપનીના ગ્રીન હાયડ્રોજન અને અમોનિયા ક્ષેત્રે વ્યૂહાત્મક અને ભૌગોલિક વિસ્તરણમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમના આ નવા કાર્યક્ષેત્રમાં તેઓ એસ્સાર પાવર બોર્ડ અને એસ્સારના અનુભવી નેતૃત્વ સાથે સંયોજન કરશે. આ સંયોજન દ્વારા એસ્સારની સઘળી ટીમ રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રે એક મજબૂત પોર્ટફોલિયો બનાવવા અને તે માટે જરૂરી માનવ સંસાધન એકત્ર કરી એસ્સાર પાવરની ગ્રીન એનેર્જીની પહેલને વધુ વેગવાન બનાવવા તરફ કાર્યરત જશે.
આ નિમણૂક અંગે પ્રતિક્રિયા આપતા એસ્સાર કેપિટલના ડિરેકટર પ્રશાંત રૂઈયાાએ જણાવ્યું કે એસ્સાર ગ્રુપ તેના તમામ કાર્યક્ષેત્રોને ગ્રીન બનાવવાના વિઝન તરફ ખૂબ ગતિશીલ છે. અંકુર કુમાર અમારી સાથે જોડાતા, અમો અમારી રિન્યૂએબલ ક્ષેત્રની યોજનાઓને વધુ વેગથી આગળ વધારીશું તેમનો બહોળો અનુભવ અને કુશળ નેતૃત્વ એસ્સાર પાવરને વધુ સસ્ટેનેબલ ભવિષ્ય તરફ આગળ ધપાવવામાં સહયોગી બનશે.
એસ્સાર પાવરના સીઈઓ અંકુર કુમારે જણાવ્યું કે હું એસ્સાર પાવર સાથે કાર્યરત થઈ રિન્યુએબલ એનર્જી સોલ્યુલન્સ દ્વારા ઉત્કૃષ્ટ ભવિષ્યના નિર્માણની આ સફર માટે અતિ ઉત્સાહિત છે. અમારા આ સામૂહિક પ્રયત્નો આવનારી પેઢીઓ માટે હકારાત્મક બદલાવ લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
ટીબીઈએ ઝીનજિઆંગ સુનાઓસીસ કંપની લિમિટેડમાં તેમનો નેતૃત્વ કાર્યકાળ તેમની વ્યાપારિક ઉદ્દેશ્યોની પ્રાપ્તિની ઉચ્ચ કાર્યક્ષમ ટીમના નિર્માણ અને સંચાલન તથા સમય અને બજેટની અંદર પ્રોજેકટસ પુરા કરવાની કુશળતા દર્શાવે છે. અંકુર કુમાર ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ, ઈન્દોરના પૂર્વ વિદ્યાર્થી છે જ્યાં તેઓએ ફાઈનાન્સ અને સ્ટ્રેટજી વિષયમાં એમબીએની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ દિલ્હી યુનિવર્સિટીની બેચલર ઓફ કોમર્સની ડિગ્રી પણ ધરાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial