Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દારૂ કૌભાંડ અંગે સીબીઆઈના કેસમાં
નવી દિલ્હી તા. ૧રઃ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દારૂ કૌભાંડ અંગે સીબીઆઈના કેસમાં 'આપ'ના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાની ન્યાયિક કસ્ટડી તા. ર૪-એપ્રિલ સુધી લંબાવી છે.
દિલ્હી દારૂ કૌંભાડ મામલે સીબીઆઈ કેસની સુનાવણી દરિયાન રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સીસોદિયાની ન્યાયિક કસ્ટડી ર૪-એપ્રિલ સુધી લંબાવી છે. ઉપરાંત કોર્ટ એ જ દિવસે ચાર્જશીટમાં કરાયેલા તમામ આરોપો પર દલીલ સાંભળશે.
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આપ નેતા મનિષ સિસોદીયા વચગાળાના જામીન માટે દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચ્યા હતાં. લોકસભા ચૂંટણીના પ્રચારના આધારે વચગાળાની જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ સિસોદીયાએ લોકસભા ચૂંટણીના પ્રચાર કરવા માટે ઈડી અને સીબીઆઈ બંને કેસમાં વચગાળાના જામીન માટે રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી હતી.
દિલ્હી એકસાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં છેલ્લા એક વર્ષથી જેલમાં રહેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાને આ અગાઉ પણ કોર્ટમાંથી રાહત મળી ન હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તેને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો અને તેની ન્યાયિક કસ્ટડી ૧૮ એપ્રિલ સુધી લંબાવી હતી.
ઉલ્લેખનીય છે કે મનિષ સિસોદીયા ર૬ ફેબ્રુઆરી ર૦ર૩ થી તિહાર જેલમાં બંધ છે. આ મામલાને લઈને સીબીઆઈ અને ઈડી નો દાવો છે કે સિસોદીયાએ દારૂના વેપારીઓને ફાયદો કરાવવા માટે એકસાઈઝ પોલિસીમાં ફેરફાર કર્યો હતો. જેના કારણે આપ નેતાઓને લાંચ તરીકે મોટી રકમ મળી હતી.
આ પહેલા મનિષ સિસોદીયાની જામીન અરજી પર પણ રજી એપ્રિલે સુનાવણી થઈ હતી. આ દરમિયાન તેણે કોર્ટમાં કહ્યું હતું કે તેને જેલમાં રાખવાનો કોઈ ફાયદો નથી કારણ કે તેની સામે ચાલી રહેલી તપાસ પૂરી થઈ ગઈ છે.
અહેવાલો મુજબ ચૂંટણી પ્રચાર માટે વચગાળાની જામીન અરજી અંગે અધિકૃત રીતે હવે જાણવા મળશે, પરંતુ સિસોદીયાને કોર્ટે હાલ તુરત કોઈ રાહત આપી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial