Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંતો-હરિભક્તો રહેશે ઉપસ્થિતઃ
ભાટિયા તા. ૧રઃ કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે આવેલ બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તા. ૧ર-૪-ર૦ર૪ થી તા. ૧૮-૪-ર૦ર૪ સુધી પુનઃ મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ સહિત વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે.
તા. ૧ર-૪-ર૦ર૪ થી તા. ૧૭-૪-ર૪ સુધી શ્રી હરિલાલામૃત પારાયણ દરરોજ સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ વાગ્યા સુધી તા. ૧૬ વિશ્વશાંતિ મહાયજ્ઞ, સાંજે ૪ વાગ્યે ઠાકોરજીની શોભાયાત્રા, તા. ૧૮ ના મૂૃતિ પ્રતિષ્ઠા વિધિ અને મૂર્તિ પ્રતિષ્ઠા સભા અને મહાપ્રસાદ યોજાશે. શ્રી હરિલાલામૃત પારાયણ વક્તા પૂજ્ય વેરાગ્યપ્રિય સ્વામીશ્રી અમૃત વાણી પીરસશે. આ પ્રસંગના મુખ્ય યજમાન અ.નિ. જીવુભા હરિસંગજી મહારાજની પ્રસન્તાર્થ હસ્તે ધીરૂભા જીવુભા જાડેજા (સરપંચશ્રી) પરિવાર દ્વારા લાભ લેશે. આ પ્રસંગે સંતો-હરિભક્તો ખાસ પધારશે તો દરેક ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોને લાભ લેવા શ્રી સ્વામિનાયાયણ મંદિર, ખાખરડા દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial