Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર્જશીટ થવાથી જામીન મંજૂર ન થઈ શકેઃ
જામનગર તા. ૧૨: એક પરિણીતા પર દુષ્કર્મ ગુજારવા અંગે પોલીસમાં ફરિયાદ થયા પછી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. તેનંુ ચાર્જશીટ થતાં આરોપીએ જામીન મુક્ત થવા અરજી કરી હતી. તે અરજી નકારાઈ છે.
જામનગર નજીકના એક ગામમાં રહેતા ૫રિણીતાના મોબાઈલ નંબર મેળવી અનિરૂદ્ધસિંહ ભૂપતસિંહ નામના શખ્સે કોલ મેસેજ શરૂ કર્યા પછી તે પરિણીતાના ઘેર જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. નબળી આર્થિક પરિસ્થિતિના કારણે આ મહિલા ચૂપ રહી હતી અને તેના કારણે અનિરૂદ્ધસિંહે અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.
તે પછી ગયા જાન્યુઆરી મહિનામાં તે મહિલા જામનગર આવ્યા ત્યારે તેને રોકી અનિરૂદ્ધસિંહે ગાળો ભાંડી ફડાકો માર્યાે હતો અને ધમકી આપી હતી. કંટાળી ગયેલી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી ૩૫૪ (ડી), ૩૨૩, ૩૭૬ (ર) (એન) હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યાે હતો.
આ ગુન્હામાં ચાર્જશીટ થયા પછી આરોપીએ જામીન મુક્ત થવા અરજી કરતા અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial