Advertisement
Author: નોબત સમાચાર

જોડિયામાં સહકારી મંત્રી- મેનેજર તાલીમ વર્ગની પૂર્ણાહુતિનો કાર્યક્રમ

જામનગર જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે

જામનગર તા. ૧૨: ગુજરાત રાજ્ય સહકારી સંઘની સહકારી શિક્ષણ અને તાલીમ યોજના અંતર્ગત જામનગર જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે જોડિયામાં પંદર દિવસ માટે સહકારી મંત્રી-મેનેજર તાલીમ વર્ગનો પૂર્ણાહુતિ કાર્યક્રમ જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘ (હાલાર દુધધારા)ના ચેરમેન કાંતિભાઈ ગઢીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ કાર્યક્રમમાં કાંતિભાઈ ગઢીયા, સંઘના માનદમંત્રી અને જિલ્લાની ક્રેડીટ-કો-ઓપ. સોસાયટીઝ ફેડરેશનના ચેરમેન તેમજ સ્વામી વિવેકાનંદ સોસાયટીના ડીરેકટર વશરામભાઈ ચોવટીયા, સંઘના એકઝી. ઓફિસર પ્રગ્નેશભાઈ નાકરાણી વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં.

આ વર્ગ દરમ્યાન તેમજ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં જામનગર જિલ્લા સહકારી સંઘના પૂર્વ ઉપપ્રમુખ  અને ડીરેકટર કરમણભાઈ ભીમાણી, જામનગર જિલ્લા સહકારી સંઘના ડાયરેકટર અને હડીયાણા સેવા સહકારી મંડળીના પ્રમુખ મગનભાઈ કાનાણી, જોડીયા તાલુકા પંચાયતના માજીપ્રમુખ મોહનભાઈ પરમાર કેશીયા સેવા સહકારી મંડળીના પ્રમુખ ધીરજલાલ ગોધાણી અને સર્વોદય જોડીયા સેવા સહકારી મંડળીના પ્રમુખ મગનભાઈ તથા વર્ગ દરમ્યાન જામનગર જિલ્લા સહકારી બેન્કના એમ.ડી. ધરમશીભાઈ ચનીયારાએ હાજરી આપી માહિતી પૂરી પાડી હતી. આ વર્ગનું તેમજ પૂર્ણાહુતિ કાર્યક્રમનું સંચાલન અને આભારદર્શન જામનગર જિલ્લા સહકારી સંઘના મહિલા સીઈઆઈ મંજુલબેન પ્રજાપતિએ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh