Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા સહકારી સંઘ દ્વારા
જામનગર તા. ૧૨: જામનગર જિલ્લા સહકારી સંઘ દ્વારા અર્બન કો.ઓ. બેંકોના હોદ્દેદારો/ડાયરેક્ટરો તથા અધિકારીઓ માટે સેમિનાર/પ્રશિક્ષણ વર્ક સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો.ઓ. સોસાયટી હોલમાં યોજાયો હતો. જેમાં નિષ્ણાત વક્તા રાજકોટ કો.કો. બેંકના સીઈઓ ડો. પુરુષોત્તમભાઈ પીપરિયાએ વિસ્તૃત માર્ગદર્શન અને માહિતી આપ્યા હતાં. સ્વાગત પ્રવચન સંઘના ચેરમેન એડવોકેટ જયંતભાઈ સી. વિરાણીએ કર્યું હતું. તેમણે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે જિલ્લા બેંકો, નાગરિક બેંકો, ક્રેડિટ સોસાયટીઓ લોકોને સ્વનિર્ભર બનવામાં મદદરૂપ થઈ રહી છે. આભારવિધિ સંઘના માનદ્મંત્રી વશરામભાઈ ચોવટિયાએ કરી હતી. સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો.ઓ. સોસાયટીના હોદ્દેદારો દ્વારા ડો. પુરુષોત્તમભાઈ પીપરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવાનગર બેંકના ચેરમેન પ્રદીપભાઈ વાધર, વાઈસ ચેરમેન ચેતનભાઈ ખટ્ટર, અન્ય બધી બેંકોના ડાયરેક્ટરો, સીઈઓ, મેનેજરો, અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતાં. સંચાલન એક્ઝિ.ઓ. પ્રગ્નેશભાઈ નાકરાણીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial