Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકડાયરો, રાસ-ગરબા, મહાઆરતી સહિતના કાર્યક્રમો
જામનગર તા. ૧૨: શ્રી મોડદેવપીર દાદા રાજપુત સમાજ અને ભાવિક સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ-જામનગર દ્વારા દાદા શ્રી મોડેરજામ (મોડદેવપીર દાદા)ના મંદિરનું પુનઃ નવ નિર્માણ અને શિખર પૂજન તથા વિષ્ણુયાગ યજ્ઞન તા. ૧૩-૪ ના યોજવામાં આવ્યો છે. જેમાં તા. ૧ર-૪ ની રાત્રે ૯ વાગ્યે ભવ્ય લોકડાયરો, ૪૯, દિ.પ્લોટ, ખીજડા મંદિર વાડી, ઉદ્યોગનગર, જામનગરમાં રાખવામાં આવ્યો છે. જેમાં દેવરાજભાઈ ગઢવી, પીયુષદાન ગઢવી, શ્યામ ગઢવી, ભગવતીબેન ગોસ્વામી સહિતના કલાકારો દુહા-છંદ અને ભજનની રમઝટ બોલાવશે.
તા. ૧૩-૪ ને શનિવારે સવારે ૭ વાગ્યે આરતી, ૮ વાગ્યે ગણેશ સ્થાપન, ૧૦ વાગ્યે શિખર સ્થાપના, ૧૦-૩૦ વાગ્યે ધજાપૂજન, ૧૧-૩૦ વાગ્યાથી મહાપ્રસાદ, બપોરે ૧ર-૩૦ વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે ૭ વાગ્યે મહાઆરતી અને રાત્રે ૯-૩૦ વાગ્યે રાસ-ગરબા રાખવામાં આવ્યા છે.
રૂ. ૧પ લાખના દાન સાથે સ્વ. રણમલજી કરશનજી જાડેજા (હસ્તે જાલુભા કરશનજી જાડેજા અને દિલીપસિંહ રણમલજી જાડેજા) મંદિરના મુખ્ય દાતા છે.
પ.પૂ. આઈશ્રી આશામાં (મીયાણી, તા. અબડાસા) સંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ (મહંત શ્રી નકલંકધામ તોરણીયા ઉપાધ્યક્ષ સંત સમિતિ - ગુજરાત રાજ્ય) અને મહંત શ્રી ભરતભાઈ પંડ્યા (શ્રી મહાકાળી મંદિર ધામ, પસાયા) મહંત શ્રી અશોકગીરી (શ્રી સૂર્ય ભવાની મંદિર, સુવરડા) આશીવર્ચન પાઠવશે. આ પ્રસંગે મહેમાનોમાં સાંસદ પૂનમબેન માડમ, ગુજરાતના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, અને રીવાબા જાડેજા, તથા પબુભા માણેક, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, પી.એસ. જાડેજા (પ્રમુખ જામનગર) જિલ્લા રાજપૂત સેવા સમાજ), જીતુભાઈ લાલ (ચેરમેન, જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંક લિ.), ગોવુભા કે. જાડેજા (અધ્યક્ષ, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા) વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial