Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સી ગ્રેડની પાલિકાઓમાં સૌથી વધુ રર કરોડની પુરાંત દેખાડનાર
ખંભાળીયા તા. ૧રઃ ગુજરાત રાજ્યમાં અંદાજપત્રમાં સૌથી વધુ સી ગ્રેડની ન.પા.માં રર કરોડ ઉપરાંતની પુરાંત દેખાડનાર ખંભાળીયા પાલિકા પાસે પગાર ચુકાવવાના પૈસા નથી તેથી અનેક સવાલો ઉઠ્યા છે.
તાજેતરમાં દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયા શહેરની નગરપાલિકાએ ર૦ર૪-રપ ના અંદાજપત્રમાં બાવીસ કરોડ ઉપરાંતની પુરાંતવાળુ અંદાજપત્ર રજુ કરીને વાહવાહ કરાવી દીધી હતી ત્યારે રાજ્યમાં ક વર્ગની ન.પા.માં સૌથી વધુ પુરાંતવાળું આ બજેટ રજુ કરનાર ખંભાળીયા નગર પાલિકામાં વર્તમાનમાં કર્મચારીઓના પગાર ચુકવવા માટેની ગ્રાંટ ઓકટ્રોય ગ્રાંટમાં વિલંબ થતા પગાર ૧લી તારીખને બદલે ગત મહિને રર/ર૪ તારીખે મળ્યો જ્યારે આ મહિને હજુ મળ્યો જ નથી તેવી સ્થિતિ હોય બાવીસ કરોડની પુરાંતના અંદાજપત્રની પાલિકાને પગારના ૬૦ લાખ તુટે તે યક્ષ પ્રશ્ન અત્યારે સમગ્ર જિલ્લામાં ચર્ચાઈ રહ્યો છે.
સામાન્ય રીતે અર્થશાસ્ત્રની ભાષામાં જોઈએ તો આવક હોય તે ખર્ચ કરતા વધે તેટલી પુરાંત કહેવાય હવે જો ગ્રાંટોનો તેમાં સમાવેશ થાય તો તે તો જે તે કામમાં ખર્ચ થવાની હોય જો ખામનાથ પુલ નવો બનાવવા સરકાર ર૦ કરોડ આપે તો તેમાં ખર્ચાવાની હોય જમા પુરાંત ના થાય તો પછી રર કરોડની પુરાંત કયાંથી આવી ? આ આંકડાની બાજીગરી તો નથી ને?
રાજ્યમાં સૌથી મોટી પુરાંતવાળી નગરપાલિકાને પગારના પણ સાંસા થાય? વહીવટની આંટીઘૂંટીમાં ચકડોળે ચડેલો આ પ્રશ્ન ઘણાં રાજકીય પંડિતો માટે પણ ગૂંચવડાભર્યો બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial