Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના રૂપામોરામાં સગીરાએ માથાના દુખાવાથી કંટાળી ખાઈ લીધો ગળાફાંસો

નગરના વાળંદ યુવાને ઝેરી દવા પી લીધીઃ

જામનગર તા. ૧૨: ભાણવડના રૂપામોરા ગામમાં એક તરૂણીએ માથાના દુખાવાથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મેઘપર ટીટોડીમાં એક પરિણીતાએ અકળ કારણથી ગળાટૂંપો ખાઈ લીધો છે. જ્યારે નગરના વાળંદ યુવાને ઝેરી દવા પી મોત મીઠું કરી લીધુ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રૂપામોરા ગામમાં રહેતા રીયાબેન રઝાકભાઈ કાંટેલીયા નામના સોળ વર્ષના તરૂણીએ ગઈકાલે બપોરે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેણીનું મૃત્યુ નિપજ્યું છે. રૂપામોરામાં ટ્યૂશન ક્લાસ ચલાવતા તેમના પિતા રઝાકભાઈ રાણાભાઈ કાંટેલીયાએ પોલીસને જાણ કરી છે. પોલીસ સમક્ષ તેઓએ જણાવ્યા મુજબ તેમની પુત્રીને ચાર-પાંચ મહિનાથી માથામાં દુખાવો થયો હતો. તડકો લાગવાથી કે કોઈ મોટા અવાજથી પણ માથામાં દુખતું હોવાથી આ સગીરાએ ગઈકાલે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે.

કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામમાં વસવાટ કરતા જાનાબેન ડાડુભાઈ છુછર (ઉ.વ.૪૫) નામના પરિણીતાએ ગઈકાલે સવારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પતિ ડાડુભાઈ દેવશીભાઈ છુછરનું પોલીસે નિવેદન નોંધ્યું છે.

જામનગરના રામનગરની શેરી નં.૭માં રહેતા રમેશભાઈ કાનજીભાઈ ઝાલા (ઉ.વ.૪૫) નામના વાળંદ યુવાને ગઈ તા.૬ની રાત્રે કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે. તેમના પત્ની આશાબેને પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતદેહનું પી.એમ. કરાવી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh