Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર વિસા શ્રીમાળી સોની સમાજ દ્વારા
જામનગર તા. ૧રઃ શ્રી જામનગર વિસા શ્રીમાળી સોની સમાજ દ્વારા આગામી તા. ૧૪-૪-ર૦ર૪, રવિવારના રોજ સાંજે ૪.૦૦ વાગ્યે જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે કારકીર્દિ અંગે માર્ગદર્શક સેમિનારનું આયોજન 'કસરી બાગ', શ્રી વિસા શ્રીમાળી સોની સમાજની વાડી, દ્વારકાપુરી રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે.
આ માર્ગદર્શક સેમિનારમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ધો. ૧૦-૧ર પછી શું...? ક્યો વિકલ્પ પસંદ કરી શકાય...? તેમજ જુદા-જુદા અભ્યાસક્રમોમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી કયા-ક્યા રોજગારીની કઈ તકો મળી રહે..? તેમજ કયા રોજગારલક્ષી કોમ્પ્યુટર કોર્ષ કરી શકાય તે અંગેની માહિતી વિદ્વાન તજજ્ઞો દ્વારા આપવામાં આવશે. આ સેમિનારમાં ભાગ લેવા તેમજ વધુ માહિતી અને રજીસ્ટ્રેશન કરવા માટે મો. ૯૯ર૪૬ ૩૩૭૮૭, ૯૯ર૪૧ ર૮૪૦૧, ૯૮૭૯૧ ૮૦૬૦૭ નો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial