Advertisement
Author: નોબત સમાચાર

કૂવામાં બે દિવસ પહેલાં પડી ગયેલા પંચ મહાલના વતની યુવાનનો મળ્યો મૃતદેહ

ફાયરબ્રિગેડના સ્ટાફે પોલીસને સોંપ્યોઃ

જામનગર તા. ૧૨: જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા મહાવીરનગર પાસે એક કૂવામાં બે દિવસ પહેલાં ખાબકી ગયેલા એક યુવાનનો મૃતદેહ ફાયર બ્રિગેડના સ્ટાફે શોધી કાઢ્યો છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યો છે. આ યુવાન પંચમહાલ જિલ્લાના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા મહાવીરનગર વિસ્તારમાં રહેતા મૂળ પંચમહાલ જિલ્લાના ખારોડ ગામના વતની કિરતારસિંહ છત્રસિંહ બારોયા (ઉ.વ.૪૨) નામના યુવાન બે દિવસ પહેલાં પોતાના ઘરેથી લાપત્તા બન્યા હતા. તે દરમિયાન આ યુવાન તેના ઘર પાસે આવેલા પચ્ચાસેક ફૂટ ઉંડા કૂવામાં પડી ગયો હોવાની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

તે સ્થળે કૂવામાં સીડી તેમજ ખાટલો વગેરે ઉતારી ફાયરબ્રિગેડના સ્ટાફ દ્વારા આ યુવાનની શોધખોળ કરવામાં આવી હતી. જેમાં આજે કિરતારનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો. મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપી આપવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh