Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા શહેર તથા આસપાસના વિસ્તારોના માતાજીના મંદિરોમાં ચૈત્રી નવરાત્રિના વિશેષ દર્શન

સ્તુતિ, આરતી તથા સત્સંગ સાથે

ખંભાળીયા તા. ૧૨: ખંભાળીયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ચૈત્રી નવરાત્રિના બીજા દિવસે અનેક મંદિરોમાં વિશેષ દર્શનો યોજાતા ભાવિકો દર્શન માટે ઉમટ્યા હતા તથા સાંજે અનેક મંદિરોમાં માતાજીની સ્તુતિ, આરતી તથા વિશેષ સત્સંગ પણ યોજાયા હતાં.

ખંભાળીયામાં સીંઘવી સિકોતેર માતાજી પોર ગેઈટ પાસે, સારસ્વત બ્રહ્મ સમાજના કુળદેવી સરસ્વતી માતાજી, ખામનાથ પાસે ખૂબ જ પ્રાચીન રાજપૂતો દ્વારા પૂજીત આશાપુરા માતાજી, ખામનાથ મંદિર તથા પુષ્કર્ણા બ્રહ્મપુરીમાં ગાયત્રી માતાજી, ઝીલલીયા પાસે ગાયત્રી મંદિર, ઔદિચ્ય બ્રહ્મ સમાજના કુળદેવી વારાહી માતાજી, દત્તાણી કુટુંબના કુળદેવી રૂડીલાખી માતાજી તથા ગ્રામ્ય પંથકમાં પીપળીયા કામઈ માતાજી, કેશોદ આવળાઈ માતાજી, ભાતેલ આશાપુરા માતાજી, જોગવડ આશાપુરા માતાજી ગાયત્રી મંદિર ભાણવડ બાપુની વાવ તથા ઘુમલી  બરડા ડુંગર પર આશાપુરા તથા સામૂદ્રી માતાજીના મંદિરે પણ વિશેષ દર્શન સાથે સંધ્યા આરતીમાં મોટી સંખ્યામાં ભકતો જોડાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh