Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામનવમીના પાવન પર્વ નિમિત્તે
જામનગર તા. ૧રઃ જામનગર લોહાણા મહાજન દ્વારા પરંપરાગત રામનવમીના પાવનપર્વ નિમિત્તે પરમકૃપાળુ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની અસીમકૃપાથી તેમજ સંત શિરોમણી પ.પૂ. જલારામ બાપાના આશીર્વાદથી ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર લોહાણા મહાજનવાડીમાં તા. ૧૬-૪-ર૪ મંગળવારના રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી રામધૂન અને સંવત ર૦૮૦ ચૈત્ર સુદ ૯, તા. ૧૭-૪-ર૦ર૪ બુધવાર રામનવમીના દિને ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાકટય મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવનાર છે, આ મંગલમય દિવસે સવારે ૧૦-૩૦ વાગ્યાથી શ્રી રામચંદ્રજી મંદિરમાં પૂજનવિધિ તથા ભગવાન શ્રી રામચંદ્રજી મંદિરના શિખરે ધ્વજારોહણ શૈલેષભાઈ જશવંતરાય વસંત અને અ.સૌ. નિકીતાબેન શૈલેષભાઈ વસંત, આષિતભાઈ હર્ષવદનભાઈ બદીયાણી અને અ.સૌ.શિતલબેન આષિતભાઈ બદીયાણી, હિતેશભાઈ કાનજીભાઈ મોદી અને અ.સૌ. લીનાબેન હિતેશભાઈ મોદી, અતુલભાઈ મગનલાલ પોપટ અને અ.સૌ. દિવ્યાબેન અતુલભાઈ પોપટ દ્વારા કરવામાં આવશે. ભગવાન શ્રી રામચંદ્રજી પ્રાકટ્ય આરતી બપોરે ૧ર-૦૦ કલાકે કરવામાં આવશે. આ પ્રસંગે સર્વે જ્ઞાતિજનો તેમજ રામભકતોને પધારવા માટે પ્રમુખ જીતુભાઈ લાલ અને માનદમંત્રી રમેશભાઈ દત્તાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial