Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૭ એપ્રિલે રામનવમી નિમિત્તે શોભાયાત્રાઃ
જામનગર તા. ૧રઃ 'છોટીકાશી' જામનગર શહેરમાં ચાર દાયકાથી મહાદેવ હર મિત્ર મંડળ અને હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા રામનવમીના ધાર્મિક પર્વે 'રામસવારી'ની ભવ્ય નગર શોભાયાત્રા યોજવામાં આવે છે.
ચાલુ વર્ષ દરમિયાન ચૈત્ર સુદ નોમ રામનવમીનો તહેવાર આગામી તા. ૧૭-૪-ર૦ર૪ ને બુધવારે આવી રહ્યો છે. આ વર્ષમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ અયોધ્યામાં સનાતન ધર્મપ્રેમીઓની પાંચસો વર્ષની દીર્ઘકાલીન તપસ્યા પછી ભવ્યાતિભવ્ય રામમંદિરનું નિર્માણ થયું છે. જેને કેન્દ્રમાં રાખી જામનગર શહેરમાં પણ ઉપરોક્ત બન્ને આયોજક સંસ્થાઓ દ્વારા અતિ ભવ્ય રામ સવારી યોજવાનો મનસૂબો નિર્ધારિત કરાયો છે.
જે આયોજનને આખરી ઓપ આપવા માટે અંતિમ મિટિંગ તા. ૧૩-૪-ર૦ર૪ ને શનિવારના રાત્રિના ૯ કલાકે શ્રી રામદૂત હનુમાનજી મંદિર, પંચેશ્વર ટાવર પાસે યોજવામાં આવી છે.
આ બેઠકમાં શહેરની તમામ ધાર્મિક સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો, સેવાભાવી સંસ્થાઓ, કીર્તન-ધૂન મંડળો, ચલિત ફ્લોટ્સ કે સ્થાયી સેવાકેન્દ્ર સાથે જોડાવા ઈચ્છુક સહયોગીઓને સમયસર ઉપસ્થિત રહેવા મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઈ વ્યાસ (મહાદેવ) દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial