Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેરના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત રણજીતસાગર ડેમ ઓવર ફલો...
આ વરસે ચોમાસાના આગમનની પ્રતિક્ષા વચ્ચે રણજીતસાગર ડેમના કેચમેન્ટ એરીયા અને ઉપરવાસમાં વરસાદ પડતાની સાથે જ જામનગર શહેરના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત એવો રણજીતસાગર ડેમ આશ્ચર્યજનક રીતે કલાકોમાં જ પાણીથી છલોછલ ભરાઈ ગયો હતો અને ઓવરફલો થયો હતો. આ સ્થિતિમાં જામનગર મહાનગર પાલિકા પરિવાર દ્વારા નવા નીરના વધામણાં કરવા રણજીતસાગર ડેમની મુલાકાત લેવામાં આવી હતી. મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્થાયી સમિતિના ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઈ નાખવા, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી વગેરેના હસ્તે નવા નીરને પુષ્પો અર્પણ કરી પૂજા કરવામાં આવી હતી. તેમજ સૌએ મીઠાઈ વહેંચી એકબીજાના મોઢાં મીઠા કર્યા હતા. આ પ્રસંગે મ્યુનિ. કોર્પોરેટરો, અધિકારીઓ તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial