Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાયબર ક્રાઈમે મહેસાણામાંથી ઝડપી લીધોઃ
ખંભાળિયા તા. ૨૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક આસામીને પી.એમ. મુદ્રા લોન અપાવી દેવાની લોભામણી જાહેરાતના માધ્યમથી છેતરી લેનાર મહેસાણાના શખ્સને સાયબર ક્રાઈમ પોલીસે પકડી પાડ્યો છે.
આજના યુગમાં લોકો ઈન્ટરનેટના વધેલા વ્યાપ વચ્ચે કોમ્પ્યુટર કે મોબાઈલ પર જુદી જુદી એપના ઉપયોગથી વધુ એક્ટિવ થતાં રહ્યા છે ત્યારે કેટલાક તકસાધુઓ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટવીટર, ટેલિગ્રામ વગેરેનો ઉપયોગ કરી સાયબર ક્રાઈમ આચરી રહ્યા છે. આવા શખ્સોથી સાવચેત રહેવા માટે અવારનવાર સૂચના અને માર્ગદર્શન અપાતા હોવા છતાં સાયબર ક્રાઈમનો પણ વ્યાપ વધતો જઈ રહ્યો છે.
તે દરમિયાન ઓછા વ્યાજદરે પી.એમ. મુદ્રા લોન અપાવી દેવાની લાલચ બતાવી દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક આસામીને છેતરી લેવાયા હતા. તેની ફરિયાદ કરવામાં આવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ વી.કે. કોઠીયાના વડપણ હેઠળ તપાસ શરૂ કરી હતી.
તે દરમિયાન જે આસામી સાથે છેતરપિંડી થઈ હતી તેઓને ફેસબુકના માધ્યમથી વોટ્સએપ પર ક્યુઆર કોડ તથા યુપીઆઈ મોકલી રૂ.૪૮૦૦ પડાવી લેવાયાનું જણાઈ આવતા તેની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મૂળ રાજકોટના અને હાલમાં મહેસાણામાં ટીંબી રોડ પર રહેતા આશિષ રામજીભાઈ તલસાણીયાની સંડોવણી હોવાનું ખૂલતા તેના સગડ દબાવાયા હતા.
આ શખ્સે લોન અપાવી દેવા માટે ફેક પ્રોફાઈલ બનાવી તેના પરથી નકલી જાહેરાતો વાયરલ કરી છેતરપિંડી આચર્યાનું જણાઈ આવતા મહેસાણાથી આ શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે. આ શખ્સે બીઓબી તેમજ એરટેલ પેમેન્ટ બેકનો ઉપયોગ કર્યાે હોવાનું જણાઈ આવ્યું છે. પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial