Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૪: જામ્યુકોની હદમાં આવતા જામનગર-કાલાવડ માર્ગ પર રાધિકા સ્કૂલ પાસે ૪૫ મીટર ટી.પી. રોડથી હાપા માર્કેટીંગ યાર્ડ વાળા મુખ્ય રસ્તા સુધી ભૂગર્ભ ગટરની મુખ્ય પાઈપલાઈન નાખવાની કામગીરી કરવામાં આવશે. જેના અનુસંધાને આ માર્ગ પરના ડિવાઈડરની પૂર્વ દિશા તરફનો રસ્તો તા. ૨૩-૬ થી તા. ૨૨-૮ સુધી તમામ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે આ માર્ગ પર ડિવાઈડરથી પશ્ચિમ દિશા તરફનો રસ્તો પરિવહન માટે ખૂલ્લો રહેશે. કમિશ્નર ડી.એન.મોદી દ્વારા બહાર પડાયેલી આ જાહેર નોટિસનું ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ દંડની કાર્યવાહી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial