Advertisement
Author: નોબત સમાચાર

ચારેય તાલુકા મથકે મતગણતરી કેન્દ્રો નકકીઃ શાંતિપૂર્ણ પ્રક્રિયા માટે પ્રતિબંધાત્મક આદેશો

દ્વારકા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે કાલે મતગણતરી

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૪: ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતગણતરીને લઈ પ્રતિબંધો લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત તા. ૨૫-૦૬-૨૦૨૫ના મત ગણતરી થનાર છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાની મતગણતરી જી.વી.જે. હાઈસ્કૂલ, ખંભાળિયા, ભાણવડ તાલુકાની મતગણતરી સરકારી વિનયન કોલેજ, ભાણવડ, કલ્યાણપુર તાલુકાની મતગણતરી સરકારી વિનયન કોલેજ, કલ્યાણપુર તેમજ દ્વારકા તાલુકાની મતગણતરી એન.ડી.એચ. હાઈસ્કૂલ, દ્વારકામાં યોજવામાં આવશે.

મતગણતરી કેન્દ્રોમાં તા. ૨૫-૦૬-૨૦૨૫ ના મત ગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે, મતગણતરી દરમ્યાન કોઈપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહી તથા મત ગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે રાજય ચૂંટણી પંચ, ગાંધીનગરના આદેશ  મુજબ તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિત-૨૦૨૩ ની કલમ-૧૬૩થી મળેલ સત્તાની રૂએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતગણતરી કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં તા. ૨૫-૦૬-૨૦૨૫ના કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઇસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહીં તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે. મતગણતરી કેન્દ્રની આસપાસના ૨૦૦ મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહી અથવા કોઈ સભા ભરી શકશે નહી કે કોઈ સરઘસ કાઢી શકશે નહી.

કોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રીમાઈસીસમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. ઉમેદવાર તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે-તે મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ ઇસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહી. મતગણતરી સ્થળમાં પ્રવેશ માટેના પાસ ઇસ્યુ કરવા માટે સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે. મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીશ્રીએ નક્કી કરેલ પાર્કીંગ સ્થળે જ વાહન પાર્કીંગ કરવાનું રહેશે.

આ જાહેરનામાંથી મતગણતરી તેમજ મતગણતરીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/ કર્મચારીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારીઓ/કર્મચારીઓ તથા ફરજ પરના પોલીસ/ એસઆરપી/હોમગાર્ડના અધિકારી તથા જવાનોને મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર ઠરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh