Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૩ જૂને શરૂ થયું હતું યુદ્ધઃ ૧૨ દિવસ ચાલી લડાઈ
તેલઅવીવ તા. ૨૪: યુદ્ધ વિરામની એકતરફી ઘોષણા પછી પણ ઉત્તર ઈઝરાયલમાં સાયરનો ગુંજી રહી છે, અને યુદ્ધ વિરામની આડે આશંકાઓની આંધી આડે આવી રહેલી જણાય છે.
યુદ્ધવિરામની ઘોષણા પછી પણ સાયરનો ગુંજી રહી છે, અને ઉત્તર ઈઝરાયલમાં હજુ સતત હૂમલા થઈ રહ્યા છે, તેવા આઈડીએફના નિવદેનો આવી રહ્યા છે, તો બીજી તરફ યુદ્ધ વિરામના સંપૂર્ણ અમલ વચ્ચે અવિશ્વાસ તથા આશંકાઓની આંધી આવી રહી છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને યુદ્ધવિરામ જાળવવા વિનવણી (કાલાવાલા) કરતા હોય, તેમ જણાય છે. મીડિયા અહેવાલો મુજબ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલને શાંતિ જાળવવા અને તત્કાળ હૂમલાઓ બંધ કરીને યુદ્ધવિરામ જાળવવા ફરીથી અપીલ કરી છે.
મીડિયા અહેવાલ મુજબ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સીઝફાયર વિશે પોસ્ટ કરી છે. તેમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું "સીઝફાયર હવેથી અમલમાં આવશે. પ્લીઝ, હવે સીઝફાયરનો ભંગ ન કરતા".
ઉલ્લેખનિય છે કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ૧૨ દિવસથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અમેરિકા અને કતારની મધ્યસ્થીથી બંને દેશ સીઝફાયર માટે સહમત થયા હતા. ઈરાને મંગળવારે (૨૪મી જૂન) મધ્ય અને દક્ષીણ ઈઝરાયલ પર આઠ બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. ત્યારે ઈરાનના વિદેશમંત્રી સઈદ અબ્બાસ અરાઘચીએ કહ્યું કે 'હજુ સુધી કોઈ સીઝફાયર કરાર થયો નથી. જયાં સુધી ઈઝરાયલ ઈરાનીઓ પર હૂમલો કરવાનું બંધ ન કરે ત્યાં સુધી કોઈ સીઝફાયર થઈ શકશે નહીં. જો ઈઝરાયલ હૂમલા બંધ કરશે, તો ઈરાન બદલો લેશી નહીં.'
ઉલ્લેખનીય છે કે, અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે 'ઈરાન અને ઈઝરાયલ પૂર્ણ અને અંતિમ સીઝફાયર માટે રાજી થયા છે. આગામી ૬ કલાકમાં સીઝફાયર લાગુ થઈ જશે. ઈરાને પહેલા તેનું પાલન કરવું પડશે. ઈરાન દ્વારા સંઘર્ષ વિરામના પાલન બાદ આગામી ૧૨ કલાકમાં ઈઝરાયલ પણ સીઝફાયર લાગુ કરી દેશે. આગામી ૨૪ કલાકમાં યુદ્ધ સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે.'
તે પછી પણ હજુ આશંકાઓ તથા અનિશ્ચિતતાઓ ઊભી થઈ રહેલી હોવાથી સંપૂર્ણ યુદ્ધવિરામ અંગે હજુ અસમંજસ જોવા મળી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial