Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરાની રજુઆતને સફળતા
ખંભાળીયા તા. ૨૪: ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારના બે મહત્ત્વના તથા ખૂબજ ઉપયોગી માર્ગોને નવા બનાવવા માટે ખંભાળીયાના ધારાસભ્ય તથા રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી સરકારે રૂ. ૧૨.૫૦ કરોડ ફાળવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.ં
નવા રસ્તા પહોળા બનશે
ખંભાળીયામાં મહાપ્રભુજીની બેઠક પાસેથી આહિર સિંહણ જતો રસ્તો કે જે રસ્તા પર આંબાવારી જગ્યા, આર.ટી.ઓ. કચેરી, જિલ્લા ફાયર બ્રિગેડ અને જિલ્લા સેવા સદન તથા લાલપુર રોડ જવાના રસ્તાઓ આવેલા છે, જે રસ્તો જે આગાઉ ૨૦૧૭માં બનેલો તે પછી અત્યંત જર્જરીત થઈ ગયો હોય તથા નજીકની શ્રીજી સોસાયટીમાં જવા લોકોને ખૂબ જ પરેશાની થતી હતી તે રસ્તો આઠ કિ.મી.ની લંબાઈનો હાલ ૩.૭૫ મીટર પહોળો છે તે ૫.૫ મીટર પહોળો રૂ. ૯ કરોડના ખર્ચે બનશે.
૨૦૧૮માં બનેલો ખંભાળીયા રામનગર રોડ કે જે ખંભાળીયા રામનાથ સોસાયટી, રામનાથ મંદિર પાસેથી ભાણવડ, પોરબંદર જવા ખૂબજ ઉપયોગી થાય છે, તે રોડ, પણ નવો ૫.૫ મીટર પહોળો અને અઢી કરોડના ખર્ચે ૩.૫ કિ.મી. નો બનશે.
આ વિસ્તારના અગ્રણીઓ તથા જિ.પં.ના સભ્યો જીતેન્દ્રભાઈ કણઝારીયા જિ.પં.કારો.ચેરમેન), સંજયભાઈ નકુમ (પૂર્વ શિક્ષણ વિભાગ), રસીકભાઈ નકુમ(મહામંત્રી ભાજપ) દ્વારા રજુઆતો કરાઈ હતી. તથા આ બંને રસ્તાઓ ખરાબ હોવાથી લોકો સ્થાનિકો દ્વારા પણ રજુઆતો કરાઈ હતી. અગ્રણી લોહાણા વેપારી દિનેશભાઈ પાબારી દ્વારા પણ રજુઆત કરાઈ હતી જે પ્રશ્ન હલ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial