Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બન્ને ગ્રીનફિલ્ડ એકસ્પ્રેસ-વે હાલાર સહિત રાજ્યના મહત્ત્વપૂર્ણ બંદરો, શહેરો અને યાત્રા સ્થળોને જોડશે
ગાંધીનગર તા.૨૪: ગુજરાતમાં અત્યાધુનિક રોડ નેટવર્કનું નિર્માણ થશે. ૯૩ હજાર કરોડથી વધુના ખર્ચે ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે. આ પ્રોજેકટ અંતર્ગત નમોશક્તિ અને સોમનાથ - દ્વારકા એક્સપ્રેસ વે મહત્વના ઔદ્યોગિક અને પ્રવાસન સ્થળોને જોડશે. બન્ને એક્સપ્રેસ વે ૧૩ જિલ્લામાંથી પસાર થશે અને રાજ્યની ૪૫ ટકા વસ્તીને ફાયદો થશે. લોજિસ્ટિક્સ ખર્ચ અને મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે, ઔદ્યોગિક વિસ્તારોને કાર્યક્ષમ પોર્ટ કનેક્ટિવીટી મળશે.
રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્ત્વપૂર્ણ એવા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત અને વિશ્વસ્તરીય બનાવવાનો પાયો તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો. તેમણે વિઝનરી આયોજનથી રાજ્યના માર્ગોને આધુનિક ટેક્નોલોજીથી સજ્જકરીને રાજ્યના વિવિધ વિસ્તારો સુધી કનેક્ટિવિટીનો વ્યાપ વધાર્યો હતો.
આ વિકાસયાત્રાને આગળ લઇ જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સમયની માંગને અનુરૂ૫ વિશ્વસ્તરીય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ગોના નિર્માણથી ગુજરાતનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્યુચર રેડી બની જશે અને રાજ્ય સહિત દેશની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન આપશે.
આ વર્ષે રાજ્યના બજેટમાં બે ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ વે નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ બે એક્સપ્રેસ વે માં નમોશક્તિ અને સોમનાથ - દ્વારકા એક્સપ્રેસ વેનો સમાવેશ થાય છે. અંદાજિત ૩૬,૧૨૦ કરોડના ખર્ચે નમોશક્તિ એક્સપ્રેસ વે ડીસાથી પીપાવાવ સુધી નિર્માણ કરવામાં આવશે, જેની લંબાઇ ૪૩૦ કિ.મીની હશે. બીજી તરફ સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે કુલ ૬૮૦ કિ.મીનો હશે જે અંદાજિત ૫૭,૧૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામશે, જેનાથી અમદાવાદ, રાજકોટ અને દ્વારકાની આસપાસના વિસ્તારો માટે ની કનેક્ટિવિટી સુગમ બનશે.
આ બન્ને એક્સપ્રેસ વે રાજ્યના મહત્વપૂર્ણ બંદરો સુધી સીધી અને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને ગુજરાતને ભારતના અન્ય પ્રદેશો સાથે પણ મજબૂતી સાથે જોડશે. આ કનેક્ટિવિટી શરૂ થવાથી ટ્રાફિકના ભારણમાં ઘટાડો થશે અને પ્રદૂષણને ઘટાડવામાં પણ મદદરૂપ થશે.
બીજી તરફ અમદાવાદ-રાજકોટ એક્સપ્રેસ-વે પણ મુખ્ય ઔદ્યોગિક અને ઉત્પાદન કોરિડોર તરીકે સ્થાપિત થશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ એક્સપ્રેસ વે ધોલેરા-મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોરના ઇન્ફ્લુઅન્સ એરિયામાંથી પસાર થાય છે. પરિણામે અમદાવાદ-રાજકોટ એક્સપ્રેસ વે એક મુખ્ય ઔદ્યોગિક અને ઉત્પાદન કોરિડોર તરીકે ઉભરી આવશે. લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇનમાં કાર્યક્ષમતા વધવાથી સાણંદના સમૃદ્ધ ઔદ્યોગિક ક્ષેત્રને ફાયદો થશે. આ કનેક્ટિવિટીથી રાજકોટના ટૂલ્સ અને મશીન ઉપકરણોનું ઉત્પાદન કરતા એકમોને પણ ફાયદો થશે. સુરેન્દ્રનગરમાં એમએસએમઈએસને આ મુખ્ય શહેરો સાથે સુગમ જોડાણ મળશે. તે સિવાય ઉત્તર ગુજરાતમાં પાલનપુર અને ડીસા જેવા વિસ્તારોમાં કૃષિ સંબંધિત વ્યવસાયિક અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે.
આ બન્ને એક્સપ્રેસ વે એક અભૂતપૂર્વ રોડ નેટવર્કનું નિર્માણ કરશે જેનો ફાયદો રાજ્યના ૧૩ જિલ્લાને થશે. બન્ને એક્સપ્રેસ વે અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાંથી પસાર થશે અને રાજ્યની આશરે ૪૫ ટકા વસ્તીને તેનો ફાયદો મળશે. આ ૧૩ જિલ્લા કેન્દ્રોમાં થી આ એક્સપ્રેસ વે પર પહોંચવા માટે એક કલાક કરતા પણ ઓછો સમય લાગશે.
આ બન્ને એક્સપ્રેસ વે નેવટર્કમાં ૪૨ જેટલા ઇન્ટરચેન્જ રહેશે જેનાથી પ્રાદેશિક જોડાણને વેગ મળશે. તે સિવાય રોડ પર વિશેષ સુવિધાઓ માટે ૫૦ કિ.મીના અંતર પર વેસાઇડ એમેનિટિઝ પ્રદાન કરવામાં આવશે. આ એમેનિટિઝમાં નાના અને ભારે વાહનો માટે પાર્કિંગ, રેસ્ટરૂૂમ, ગુણવત્તાયુક્ત ખાણીપીણીની સુવિધાઓ, મેડિકલ સુવિધાઓ, પેટ્રોલ પંપ અને અન્ય જરૂરી સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. આ રોડ નિર્માણ સમયે જ્યાં જરૂર જણાશે ત્યાં વન્યજીવોને પસાર થવા માટે ઓવરપાસ અથવા તો અંડરપાસ નું પણ નિર્માણ કરવામાં આવશે.
આ બન્ને એક્સપ્રેસ વે રાજ્યના મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક અને પ્રવાસન સ્થળો સુધી સીમલેસ જોડાણ પ્રદાન કરશે. તેમાં અંબાજી, ધરોઇ, પોળોના જંગલ, મોઢેરા, બેચરાજી, જામનગર, દ્વારકા, પોરબંદર અને સોમનાથ જેવા સ્થળો ને સુધી સીધું જોડાણ મળશે. તે સિવાય માંડલ વિશેષ રોકાણક્ષેત્ર, બાવળા, સાણંદ, રાજકોટ-શાપર, પોરબંદર-કોડીનાર તેમજ ધોલેરા જેવા ઔદ્યોગિક ક્ષેત્રો સુધીની કનેક્ટિવિટી વધુ સુગમ બનશે.
આ બે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રાજ્યમાં એક ભવ્ય રોડ નેવટર્કનું નિર્માણ થશે અને નાગરિકોને ૮,૦૦૦ કિ.મીથી વધુના ૪-૬ લેન હાઇવે ઉપલબ્ધ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial