Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વર્ષ પહેલાં પોલીસે નોંધ્યો હતો ગુન્હોઃ
જામનગર તા. ૨૪: જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા એક ગામમાં રહેતી સગીરા પર બે વર્ષ પહેલાં પરપ્રાંતીય શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા લાલપુર તાલુકાના એક ગામમાં વસવાટ કરતા પરિવારની સગીર વયની પુત્રી પર મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો ધર્મેન્દ્ર ધુમાભાઈ વસુનીયા નામના શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યાે હતો. ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા અદાલતે બીએનએસની કલમો તેમજ પોક્સો એક્ટની કલમ ૪, ૬ હેઠળ આરોપી ધર્મેન્દ્ર વસુનીયાને તક્સીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ભોગ બનનારને કમ્પેઈન્સેશનમાંથી રૂ.૪ લાખ વળતર પેટે ચૂકવવામાં આવશે. સરકાર તરફથી પીપી મુકેશ જાની રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial