Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલમાં બે-ત્રણ મહિના સુધી ફાટક બંધ કરવાની જરૂર નથીઃ
ખંભાળિયાના નાગરિકોને હોસ્પિટલ તથા કોર્ટ તરફ જવા માટે ઉપયોગ એવો સલાયા-દ્વારકા રોડ પરનું રેલવે ફાટક રેલવે વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું હતું. જેના પગલે લોકોની લાગણીને મીડિયાએ વાચા આપી હતી. તેના પગલે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકા તંત્રને ઘટતું કરવા સુચના આપી હતી. રેલવે વિભાગે જે કામ કરવાનું છે તે કામ માટે હાલમાં બે-ત્રણ મહિના સુધી ફાટક બંધ કરવાની જરૂર નથી તેમ છતાં ફાટક બંધ કરી દેવામાં આવી હોવાનું ખૂલ્યું હતું. જેના કારણે રોજના પાંચેક હજાર જેટલા વ્યક્તિઓને પાંચ કિ.મી. સુધીનો ફેરો કરવો પડતો હતો. આ બાબતે એસડીએમ કે.કે. કરમટાએ રેલવેના કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓને સંકલનમાં રાખી ફાટક ખોલી રાખવા હુકમ કરતા આજથી ફાટક ખૂલી ગયું છે અને લોકોએ હાશકારો અનુભવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial