Advertisement
Author: નોબત સમાચાર

કનસુમરાના ટ્રસ્ટની નાણાકીય ગોલમાલના પ્રકરણમાં આગોતરા જામીન અરજી નામંજૂર

નવ ટ્રસ્ટીએ રજૂ કરી હતી અરજીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગર નજીકના કનસુમરા ગામમાં આવેલા ટ્રસ્ટના કરોડો રૂપિયાની ગોલમાલ અંગે પોલીસમાં ફરિયાદ થયા પછી ટ્રસ્ટના નવ ટ્રસ્ટીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે નામંજૂર રાખી છે.

જામનગર નજીકના કનસુમરા ગામમાં આવેલી ગ્રામ સમસ્ત માલિકીની અવેડીયા તરીકે ઓળખાતી ર૧ એકર જમીન ત્રણ દાયકા પહેલાં સંપાદનમાં જતા જે તે વખતે ટ્રસ્ટના ખાતામાં રૂ.રર કરોડની રકમ જમા કરાવવામાં આવી હતી. તે રકમ કનસુમરાના વિકાસ માટે વાપરવાના આયોજન માટે ગ્રામજનો દ્વારા જે તે સમયે ટ્રસ્ટ રચવામાં આવ્યું હતું.

તે દરમિયાન છેલ્લા ત્રણેક વર્ષમાં ટ્રસ્ટીઓએ અનેક સભ્યોને વિશ્વાસમાં લીધા વગર જ કરોડો રૂપિયા અન્ય ટ્રસ્ટમાં ડોનેટ કરી દેવાયા હતા અને જુદા જુદા ખર્ચ બતાવી કરોડોની રકમ ખર્ચ કરી નાખવામાં આવી હતી. તેથી ઈરફાન ઈસ્માઈલ ખીરા નામના આસામીએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તે ફરિયાદ અન્વયે પોલીસ પોતાની ધરપકડ કરશે તેવી આશંકાથી ટ્રસ્ટી અકરમ સલીમ ખીરા, અકરમ ઈયુબ ખીર, અલ્તાફ જુસબ ખીરા, આમદ મામદ ખીરા, ઈકબાલ હારૂન ખીરા, ઈસ્માઈલ હાસમ ખીરા, વલીમામદ દોસમામદ ખીરા, હુસેન સુલતાન ખીરા, હનીફ અલારખા ખીરાએ આગોતરા જામીન અરજી કરી હતી. તે અરજી સામે મૂળ ફરિયાદીના વકીલ ઉદયસિંહ ચાવડા, બેનઝીર જુણેજા તથા પીપી દીપક ત્રિવેદી દ્વારા કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે તમામ ટ્રસ્ટીની આગોતરા જામીન અરજી રદ્દ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh